કરુણાંતિકા:લીંબુડા ગામે તળાવમાં ન્હાવા ગયેલો 13 વર્ષનો કિશોર ડૂબ્યો

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢ નજીકનાં બલીયાવડ ગામે કામકાજ બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નિએ દવા પી લેતાં મોત નિપજ્યું 'તું

માણાવદર પંથકના લીંબુડા ગામે રહેતા પ્રફુલભાઈ મંગાભાઈ રાઠોડે બાંટવા પોલીસમાં જણાવ્યા અનુસાર મોહીતભાઈ સુરેશભાઈ રાઠોડ (ઉ.વ.13) ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. અને અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

જ્યારે માંગરોળ પંથકના મેણેજવાડી વિસ્તારમાં રહેતા દેવાભાઈ અરજણભાઈ ચુડાસમાના પત્નિ આઠ- દસ મહિનાથી રીસામણે હોય જેથી પત્નિ અને બાળકોના વિયોગમાં રહી કંટાળી જઈ દેવાભાઈએ ખડમાં નાંખવાની દવા પી લીધી હતી. અને તેમનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

જ્યારે મુળ મધ્યપ્રદેશના અને હાલ જૂનાગઢના બલીયાવડ ગામે રહેતા હિરબાઈબેન સીરુભાઈ કનેશ નામની મહિલાને 29 ઓગસ્ટના તેમના પતિ સાથે કામકાજની કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી. અને આવેશમાં આવી જઈ હિરબાઈ બેને ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનંુ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...