વર્કશોપ:જૂનાગઢની શૈક્ષણિક સંસ્થામાં 1 દિવસીય વેબીનાર યોજાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નરસિંહ મહેતા યુનિ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દિનેશ ચાવડાએ જણાવ્યું હતું કે, કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત વેલફેર ફોરમ ફોર યુનિવર્સલ રિસર્ચ સ્કોલર અને પ્રોફેસર દ્વારા રિવોર્ડ અને રિવ્યૂ ઓફ નેટ-સેટ રિસેન્ટલી પાસ કેન્ડીડેટ પર વર્કશોપ યોજ્યો હતો. આ વર્કશોપમાં નેટ-સેટ પાસ થયેલા ઉમેદવારોએ સ્માર્ટ વર્ક, સ્માર્ટ રિડીંગ સાથે 5 આર મતલબ કે રેડીનેસ, રિડીંગ, રિપીટેશન, રિવીઝન અને રિવ્યૂની માહિતી આપી હતી.

સાથે નેટ-સેટ પરીક્ષાની પેપર 1 અને 2ની તૈયારી કેવી રીતે કરવી, કઇ બુક અને ક્યા ટોપિક ઓછા સમયમાં કવર કરી શકાય, ઓછા સમયમાં નેટ-સેટ પાસ કરવાની વિવિધ ફોર્મ્યુલા અને ટેકનિકની ચર્ચા કરાઇ હતી. સાથે પેપર 1 માટે કેમ્પ્રીહેનશન, ડેટા એનાલીસીસ, કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ જેવા ટોપિક પરથી માર્ક સ્કોરિંગ કરી શકાય તે માટે પેપર 1 અને 2 માટેના અનેક પ્રકાશનોની માહિતી આપી હતી. સંચાલન ધવલ ઝાલા અને વિનોદ પારધી દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...