તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાનો પ્રારંભ:ઓફલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે 98.84 ટકા છાત્રો હાજર

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 7 જૂલાઇથી પ્રથમ તબક્કાની ઓફલાઇન પરીક્ષા શરૂ કરવામાં આવી છે. પરીક્ષાના પ્રથમ દિવસે 98.84 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી જ્યારે 5 કોપી કેસ થયા હતા.

આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુજી સેમેસ્ટર 5(પૂરક), પીજી અને બીએડ સેમેસ્ટર 2 અને 4 તેમજ એલએલબી સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા 7 જૂલાઇથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની 2 સેશનમાં 79 કેન્દ્રો પર લેવાતી આ પરીક્ષામાં કુલ 13,423 વિદ્યાર્થીઓમાંથી માત્ર 161 છાત્રો ગેરહાજર રહ્યા હતા. આમ, પ્રથમ દિવસે 98.84 ટકા હાજરી જોવા મળી હતી.

દરમિયાન માણાવદર અને સુત્રાપાડામાં મળી કુલ 5 કોપી કેસ થયા હતા. દરમિયાન ચોરીના દૂષણને અટકાવવા માટે યુનિવર્સીટી ખાતેથી સીસીટીવી કેમેરાથી તેમજ અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું હોવાનું કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...