તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં જાગૃત્તિ:97 ટકા લોકોએ કહ્યું : જન્મદિવસે વૃક્ષ વાવીશું

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ અને રાજકોટના પ્રોફેસરનો ઓનલાઇન સર્વે
  • મોટાભાગના લોકોએ સ્વાધ્યાય પરિવારના વૃક્ષમંદિરને આવકાર્યું

આરોગ્ય અને પર્યાવરણ અંગે લોકોમાં જનજાગૃત્તિ લાવવા બે પ્રોફેસરોએ સર્વે કર્યો હતો જેમાં 97 ટકા લોકોએ જન્મ દિવસે વૃક્ષ વાવવાનું પસંદ કર્યું હતું. આ અંગે માંગરોળની કોલેજના વિઝીટીંગ લેકચરર ડો. સચિન પિઠડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની માધ્યમિક શાળાના શિક્ષક પંકજકુમાર મુછડીયા સાથે મળી ઓનલાઇન સર્વે કરાયો હતો. આરોગ્ય અને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃત્તિ અંગેના આ સર્વેમાં 5,000 લોકોએ ભાગ લીધો હતો. 97 ટકા લોકોએ પોતાના જન્મ દિવસે વૃક્ષ વાવવાનું પસંદ કર્યું હતું.

86 ટકા લોકો માતા,પિતાની એનીવર્સરીએ અને 65 ટકાએ મહાપુરૂષોના જન્મ દિવસે વૃક્ષ વાવવાનું પસંદ કર્યું હતું. 91 ટકા લોકો ભાવિ પેઢીના સરંક્ષણ માટે વૃક્ષ વાવવાનું પસંદ કરે છે જેમાં પીપળો, લીમડો, ગુલમહોર,વડ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. 82.45 ટકા લોકોએ માન્યું છે કે, માનવીય પ્રવૃત્તિના કારણે પર્યાવરણ બગડ્યું છે.

મોટાભાગના લોકોએ સ્વાધ્યાય પરિવાર દ્વારા તૈયાર થતા વૃક્ષ મંદિરને આવકાર્યું છે. 79 ટકા લોકોનું માનવું છે કે, વધુ પડતા શિક્ષિત લોકો હરવા ફરવાના સ્થળે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવે છે. 82.43 લોકો પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા કહે છે. 73.74 ટકા લોકોનું માનવું છે કે, સાઇકલીંગ કરવાથી શહેર પ્રદૂષણ મુક્ત બનશે અને આરોગ્ય પણ જળવાઇ રહેશે. 92 ટકાએ કહ્યું કે, આપણે જેટલું ટેક્નોલોજીને મહત્વ આપીએ છીએ તેટલું જ મહત્વ પર્યાવરણને પણ આપવું જોઇએ. 86 ટકા લોકોએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે સોલાર એનર્જી પાવર પોલીસી આવકારદાયક છે.

અન્ય સમાચારો પણ છે...