તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:95.6 ટકા લોકોએ માન્યું શહેર કરતા ગામડામાં સ્થળાંતર વધ્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ 33 જિલ્લાના 5,000 લોકોનો કરાયો સર્વે
  • 89.6 ટકાએ માન્યું કે કોરોનાના કારણે કુટુંબના સભ્યો નજીક આવ્યા

કોરોના બાદ લોકોમાં આવેલા વૈચારિક પરિવર્તન અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. માંગરોળ કોલેજના વિઝીટર લેકચરર ડો. સચિન પીઠીયા અને રાજકોટના ડો. પંકજભાઇ મુછડીયાએ 60 દિવસમાં કુલ 61 પ્રશ્નો સાથે સર્વે કર્યો હતો. સર્વેમાં 33 જિલ્લામાંથી 5,000 લોકો જોડાયા હતા. આ સર્વેમાં જાણવા મળ્યું કે, 95.6 ટકા લોકોનું માનવું હતું કે,કોરોનાના કારણે શહેરથી ગ્રામિણ તરફનું સ્થળાંતર વધ્યું છે. 96.6 ટકાએ જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી આધુનિક સુવિધા સાથે નિ:શુલ્ક સારવાર આપતી હોસ્પિટલોનું નિર્માણ કરવું જોઇએ તેમજ લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસો કરવા જોઇએ.

96.2 ટકા લોકોએ કહ્યું હતું કે, કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બન્યા છે. 89.6 ટકા લોકો માને છે કે, કોરનાના કારણે કુટુંબના સભ્યો એકબીજાથી વધુ નજીક આવ્યા છે. 78 ટકાના મતે વિભક્ત કુટુંબના સભ્યો પણ એકબીજાની નજીક આવ્યા છે. કુટુંબના સામાજીક પ્રસંગોના રિત રિવાજોમાં પણ બદલાવ આવ્યો છે. જ્યારે આત્મહત્યા અને સામાજીક દૂષણ પણ વધ્યું છે. નજીકના ભવિષ્યમાં વિવિધ પેટનીક માસ્કનો પણ જમાનો આવશે. કોરોના મહામારીથી શ્રમિકો, ઉદ્યોગો, બેરોજગારો પર વિપરીત અસર પડી છે.

88.4 ટકા લોકોનું માનવું છે કે, જીવન જરૂરિયાત માટે સ્વદેશી વસ્તુ વાપરવી જોઇએ જેથી સ્થાનિક બેરોજગારોને રોજગારીની તક મળે. 94.6 ટકાએ વિડીયો કોન્ફરન્સથી અને વર્ક ફ્રોમ હોમને આવકાર્યું હતું. 8.2 ટકા લોકોએ ઓનલાઇન શિક્ષણને આવકારે છે જ્યારે 51 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ઓનલાઇનથી શિક્ષણ પ્રત્યેની અભિરૂચી ઘટે છે. 98.8 ટકાએ પ્રદુષણ ઘટયાનું, 86.6 ટકાએ ચલણી નોટથી ચેપ લાગવાનો ભય જતાવી તમામ પ્રકારના આર્થિક વહિવટી માટે ડીઝીટલ પ્લેટ ફોર્મ દૈનિક જીવનનો ભાગ બની જશે તેમ જણાવ્યું હતું.

ઓનલાઇન શિક્ષણથી અનેક મુશ્કેલી સર્જાઇ
ઓનલાઇન શિક્ષણથી અનેક મુશ્કેલી વધી છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કના ધાંધીયા,વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન, ટેબ્લેટ ન હોવું, હોય તો ઓપરેટ કરતા ન આવડે, રિચાર્જ કરાવવાની સમસ્યા વધી ગઇ છે. વળી 92 ટકા લોકોના મતે ઓનલાઇન શિક્ષણથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નોકરીની તક મળશે કે નહિ તે બાબતે મુંઝવણ છે. પરિણામે શિક્ષિત બેકારીનો પશ્ન પણ વધશે.

અન્ય સમાચારો પણ છે...