તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જૂનાગઢ શહેરમાં 9.5, ગિરનારમાં 4.5 ડિગ્રી કડકડતી ઠંડી

જૂનાગઢ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 5 દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની અંદર

જૂનાગઢ શહેરમાં રવિવારથી ફરી જાણે ઠંડીનો દોર શરૂ થયો હોય તેમ આકરી ઠંડી પડી હતી. એક જ દિવસમાં ઠંડીમાં 2 ડિગ્રીનો વધારો થયો હતો. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની અંદર આવી જતા લોકોને ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોવાની અનુભૂતિ થઇ હતી. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, શનિવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રવિવારે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 9.5 ડિગ્રીએ આવી જતા લોકોને કાતીલ ઠંડીની અસર વર્તાઇ હતી. દરમિયાન છેલ્લે 1 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી રહ્યું હતું. ત્યાર બાદ લઘુત્તમ તાપમાન સતત વધતું રહ્યું હતું.

આમ 2 ફેબ્રુઆરીથી લઇને 6 ફેબ્રુઆરી સુધીના 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાન ફરી 10 ડિગ્રીની અંદર આવી જતા લોકને આકરી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન રવિવારે લઘુત્તમ 9.5, મહત્તમ 31.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 60 અને બપોર બાદ 19 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 4 કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો