કાર્યવાહી:94,652ની ચોરી કરી, પોલીસે 1,15,152નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કટલેરીનો સામાન, સાઇકલની ચોરી કરનાર 2 ઝડપાયા

જૂનાગઢમાં દુકાનમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધાો હતો. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બી ડિવીઝનના વી.બી. ચુડાસમા અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બસ સ્ટેશન પાસેથી મોટર સાઇકલ પર ડબલ સવારીમાં પસાર થતા શંકાસ્પદ શખ્સોને રોકીને તલાશી લીધી હતી. તલાશી દરમિયાન જાણવા મળ્યું કે, તેમના નામ શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા તેમજ જમીરશા ફિરોઝશા રફાઇ છે. બન્ને સરદાર બાગ પાછળ રહે છે.

પોલીસની વધુ તપાસમાં તેમની પાસેથી ચોરીમાં ગયેલો કટલેરીનો સામાન કિંમત રૂપિયા 86,853નો મળી આવ્યો હતો. પોલીસે ચોરાઉ કટલેરીનો સામાન તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઇકલ કિંમત રૂપિયા 20,000નું કબ્જે કર્યું હતું. દરમિયાન આરોપીએ અગાઉ સાઇકલની પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હોય 7,799ની કિંમતની સાઇકલ પણ કબ્જે કરી હતી તેમજ શબ્બીર ઉર્ફે ગભરૂ હાલા પાસેથી 500ની કિંમતનો મોબાઇલ પણ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...