તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડા ઠંડા કૂલ... કૂલ:જૂનાગઢમાં 9.1, ગિરનાર પર 4.1 ડિગ્રી ઠંડી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઠંડી પડવાનું શરૂ થતાની સાથે જ ગરમ કપડાની બજારમાં ભીડ જોવા મળી હતી. - Divya Bhaskar
ઠંડી પડવાનું શરૂ થતાની સાથે જ ગરમ કપડાની બજારમાં ભીડ જોવા મળી હતી.
 • હજુ 2 દિવસ સુધી રહેશે હાજા ગગડાવતી ઠંડી
 • ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું
 • દિવસભર 7 કિમીની ઝડપે ફુંકાયેલા બર્ફીલા પવનના કારણે જનજીવન થયું પ્રભાવિત
 • શહેરમાં વ્હેલી સવારે સ્વયંભૂ કફર્યુ જેવો માહોલ

જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુની જમાવટ થઇ રહી છે. સોમવારથી કાતીલ ઠંડીનો દોર શરૂ થયો છે. હજુ 2 દિવસ સુધી એટલે કે મંગળ અને બુધવાર સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે. બાદમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે થરથર ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. ખાસ કરીને હિમાલયના મેદાની પ્રદેશમાંથી આવતા ઠંડા પવનના કારણે પણ ઠંડીની અસર વધી રહી છે. આમ,સોમવારથી ઠંડીની શરૂઆત થઇ છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.1 ડિગ્રીએ આવી ગયો છે, જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી રહ્યું હતું.

દરમિયાન દિવસભર 7 કિલોમિટરની ઝડપે બર્ફિલો પવન ફુંકાતા જીનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં આકરી ઠંડીના કારણે વ્હેલી સવારે સ્વયંભૂ કફર્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ બને ત્યાં સુધી ઘર બહાર નિકળવાનું ટાળ્યું હતું. જે પણ બહાર નિકળ્યા ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બજી તરફ ગિરનાર પર્વત પર ગાત્રો થિજાવતી 4.1 ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.જોકે, ઠંડીના કારણે પ્રવાસીઓની તદ્દન પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ કડકડતી ઠંડીથી બચવા પક્ષીઓ માળામાં છૂપાઇ ગયા હતા. હજુ 2 દિવસ એટલે કે મંગળ અને બુધવાર સુધી આકરી ઠંડીપડશે. બાદમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.દરમિયાન સોમવારે લઘુત્તમ 9.1, મહત્તમ 25.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને બપોર બાદ માત્ર 11 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 7 કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

ભાસ્કરે 25 ડિસેમ્બરે લખ્યું હતું
દિવ્ય ભાસ્કરે 25 ડિસેમ્બરે જ હવામાન વિભાગનો હવાલો ટાંકી આકરી ઠંડી વિશે લખ્યું હતું. 25 ડિસેમ્બરના અંકમાં લખ્યું હતું કે, સોમવારથી કડકડકતી ઠંડીની શરૂઆત થશે. આ ઠંડીની અસર 3 દિવસ રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે જશે. ત્યારે સોમવારથી જ ઠંડી પડવાનું શરૂ થઇ ગયું છે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે એટલે કે 9.1 ડિગ્રીએ આવી ગયું છે.

એક જ દિવસમાં પવનની ઝડપ 2.5 કિમી વધી
રવિવારે પવનની ઝડપ 4.5 કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી. જ્યારે એક જ દિવસમાં એટલે કે સોમવારે પવનની ઝડપ 2.5 કિલો મિટર વધીને 7 કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી છે.પરિણામે લોકોને કાતીલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક જ દિવસમાં ઠંડીમાં 9.2 ડિગ્રીનો વધારો
શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી હતું. દરમિયાન એક જ દિવસમાં એટલે કે સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ 9.2 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ આવી જતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો