જનરલ બોર્ડની સમાપ્તિ બાદ ગાંધીચોક ખાતેથી સફાઇકર્મીઓને રેકડાનું વિતરણ કરાયું હતું. ખાસ કરીને બોર્ડમાં કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રજૂઆત કરી હતી કે, અનેક વિસ્તારોમાં વાળવા વાળા આવતા નથી, સુપરવાઇઝર આવતા નથી. સફાઇકર્મીઓ વાળે છે પરંતુ કચરો ઉપાડતા નથી. જ્યારે ગાડીઓ તુટેલી હોય કચરો રસ્તામાં વેરાતો જાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પણસારાએ જણાવ્યું હતું કે, વાહન વસાવી લેવાની શરતે એજન્સીને એક્ષ્ટેનશન અપાયું છે. તે વાહન વસાવી લે બાદ મનપા પોતાના વાહનો પરત લેશે. જ્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, 150 રેડકા આવ્યા છે જે દરેક વોર્ડ દિઠ 9 ફાળવાશે. જ્યારે બાકીના રાત્રી સફાઇ બગીચા માટે ફાળવાશે. જ્યારે વ્હિલવાળી 300 ડસ્ટબિન આવશે જે વાળવા વાળા(સફાઇ કર્મી)ને અપાશે જેથી સફાઇ થયા બાદ કચરો પણ ઉપડતો જાય.
દરમિયાન ગાંધીચોક ખાતે ફાઇટર પ્લેનના લોકાર્પણ બાદ મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટન્ડીં કમિટી ચેરમેન હરેશ પણસારા વગેરેના હસ્તે દરેક વોર્ડ દિઠ 9 રેંકડાનું સફાઇ કર્મીઓને વિતરણ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.