તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકાનો મહાસંગ્રામ 2021:મનપામાં 11 માંથી 2 ફોર્મ પરત ખેંચાતા 2 બેઠક પર 9 ઉમેદવારો

જૂનાયઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ પાલિકાની વોર્ડ નંબર 6 અને 15ની પેટાચૂંટણી માટે કુલ 11માંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 2 બેઠકો પર 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મનપાની 2 બેઠક પૈકી વોર્ડ નંબર 6માં 7 અને વોર્ડ નંબર 15માં 4 મળી કુલ 11 ઉમેદવારો રહ્યા હતા. દરમિયાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 6માંથી દિવ્યાબેન કિશોરભાઇ સાવલાણી અને નરેન્દ્ર કેશુભાઇ ઓડેદરાએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. પરિણામે હવે 2 બેઠકો પર 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

આમાં વોર્ડ નંબર 6માં ભાજપના અરવિંદભાઇ ગાંડુભાઇ રામાણી, આમ આદમી પાર્ટીમાંથી ધર્મેન્દ્રભાઇ ગોકળદાસ ચાવડા, એનસીપીમાંથી માલદેભાઇ રાણાભાઇ ચાવડા, કોંગ્રેસમાંથી લલીતભાઇ વિઠ્ઠલભાઇ પરસાણા તેમજ અપક્ષમાંથી પ્રવિણભાઇ તેજાભાઇ વાાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે વોર્ડ નંબર 15માં ભાજપના નાગજીભાઇ ડાયાભાઇ કટારા, એનસીપીના રાજેશભાઇ બાવજીભાઇ સોલંકી, કોંગ્રેસના લાખાભાઇ વસતાભાઇ પરમાર અને અપક્ષના દિપકભાઇ દેવજીભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો