આરોહણ-અવરોહણ સ્પર્ધા:ગિરનાર સર કરવા અલગ અલગ ચાર કેટેગરીમાં 895 સ્પર્ધકોએ દોટ લગાવી, જુઓ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા સ્પર્ધકોની યાદી

જૂનાગઢ21 દિવસ પહેલા
ગિરનાર સર કરવા દોટ લગાવી રહેલા સ્પર્ધકો
  • વિજેતા સ્પર્ધકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું

જૂનાગઢમાં ઊંચા ગઢ ગિરનારને સર કરવા માટે આજે 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કડકડતી ઠંડીમાં 895 સ્પર્ધકોએ અલગ અલગ ચાર કેટેગરીમાં દોટ લગાવી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ગિરનાર સર કરવા સ્પર્ધકોએ દોટ લગાવી
ગિરનાર સર કરવા સ્પર્ધકોએ દોટ લગાવી

પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૌ સંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમ,મેયર ધીરૂભાઈ ગોહેલ,નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા,જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી,નાયબ કમિશ્નર લીખીયા,શૈલેષભાઈ દવે,ગીતાબેન પરમાર, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફથી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો 9 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.

ભાઈઓ માટે 5500 અને બહેનો માટે 2200 પગથિયાંની સ્પર્ધા
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થાય છે તેમાં પુરુષ સ્પર્ધકો માટે 5500 પગથિયાંનું અંતર રાખવામાં આવે છે. જ્યારે બહેનોની કેટેગરીમાં 2200 પગથિયાંનું અંતર નક્કી કરવામાં આવે છે.

વિજેતા સ્પર્ધકોની યાદી
વિજેતા સ્પર્ધકોની યાદી

સિનિયર ભાઈઓની સ્પર્ધાનું પરિણામ
સિનિયર ભાઈઓની કેટેગરીમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ 57.25 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો. ચિત્રાસરના ભાલિયા સોમતે 1 કલાક 3 મિનિટ સાથે બીજો ક્રમાંક અને જૂનાગઢના અમિત રાઠોડે 1 કલાક 3 મિનિટ સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

સિનિયર બહેનોની સ્પર્ધાનું પરિણામ
સિનિયર બહેનોની કેટેગરીમાં 41.28 મિનિટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂત પ્રિયંકા એ મેદાન માર્યું હતુ. માળિયા હાટિનાની મિતલ ગુજરાતીએ 42.29 મિનિટમાં અંતર કાપી બીજો નંબર અને વેરાવળની નિશા બામણિયાએ 43.25 મિનિટ સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

વિજેતા સ્પર્ધકોની યાદી
વિજેતા સ્પર્ધકોની યાદી

જુનિયર ભાઈઓની સ્પર્ધાનું પરિણામ
જુનિયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલિતકુમાર નિશાદ 59.23 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. ગીર ગઢડાનો ડાભી દીપક 1 કલાક 4 મિનિટ સાથે બીજા નંબરે અને સુત્રાપાડાના ચેતન મેરે 1 કલાક 5 મિનિટ સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

વિજેતા સ્પર્ધકોનું સન્માન કરાયું
વિજેતા સ્પર્ધકોનું સન્માન કરાયું

જુનિયર બહેનોની સ્પર્ધાનું પરિણામ
જુનિયર બહેનોમાં 40.53 મિનિટના સમય સાથે પાટણની વિધાર્થિની પારૂલ વાળાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે 43.10 મિનિટ સાથે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા અને તૃતીય ક્રમે 45.08 મિનિટ સાથે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે.

વિજેતા સ્પર્ધકનું સન્માન કરાયું
વિજેતા સ્પર્ધકનું સન્માન કરાયું

વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ભાવનાબેન, ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, ગૌરવભાઈ રૂપારેલીયા મનોજભાઈ જોશી, ગૌરવભાઇ, નાયબ કમિશનર લિખિયા, સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...