ગિરનાર પર્વત પર આવેલ જૈન દેરાસરમાં ભગવાન નેમિનાથના શિખરે ધજા ચડાવાઇ હતી. આ અંગે જૈન સમાજના અગ્રણી હિતેશભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, ભગવાન નેમિનાથના લગ્ન જૂનાગઢના રાજા ઉગ્રસેનની દિકરી સાથે થવાના હતા. પરંતુ તેમણે લગ્નના બદલે સંસારનો ત્યાગ કરી ગિરનાર પર્વત પર ચડી ઘોર તપસ્યા કરી હતી.
ભગવાન નેમિનાથે જ્યાં સાધના કરી હતી તે જગ્યાએ બાદમાં નેમિનાથનું મંદિર વૈશાખ સુદ પૂર્ણિમાંના દિવસે બનાવાયું હતું. ત્યારથી દર વર્ષે આ મંદિરે વૈશાખ સુદ પૂનમે જૈન શ્રાવકો દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે. નેમિનાથના આ શિખર- મંદિરને 893 વર્ષ થયા છે. ત્યારે વૈશાખ સુદ પૂનમના દિવસે નેમિનાથ ભગવાનના મંદિરે બેન્ડવાજાના સથવારે 893મી ધ્વજા ચડાવાઇ હતી. બાદમાં આશરે 5,000થી વધુ જૈન શ્રાવકોએ પ્રદક્ષિણા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.