તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદાસ્પદ રેડ:એસપીએ પાડેલા દરોડામાં 87 લાખની ખનીજ ચોરી મળી

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવાદાસ્પદ રેડનાં આંકડા જાહેર કર્યા

ગિર સોમનાથના ઇન્ચાર્જ એસપી ઓમપ્રકાશ જાટ પાંચેક દિવસ પહેલાં કોડીનારના ઘાંટવડ પંથકની પથ્થરની ખાણોમાં ત્રાટક્યા હતા. અને સપાટો બોલાવ્યો હતો. જેને પગલે તેમની પાસેથી એસપીનો ચાર્જ છીનવી લેવાયો હતો. દરમ્યાન ઇન્ચાર્જ એસપીએ કરેલી કાર્યવાહીમાં કુલ 87 લાખની ખનીજ ચોરી બહાર આવી છે.

જાણવા મળ્યા મુજબ, ગિરસોમનાથના ઇન્ચાર્જ એસપી ઓમપ્રકાશ જાટ પાંચેક દિવસ પહેલાં કોડીનાર તાલુકામાં ચાલતી 9 ગેરકાયદેસર પથ્થરની ખાણો પર ત્રાટક્યા હતા. અને ચકરડી સહિતના મશીનો કબ્જે કર્યા હતા. આ કાર્યવાહીની વિગતો ખાણ ખનીજ વિભાગે છેક હવે આપી છે. જે મુજબ, કુલ 21,759 મેટ્રિક ટન લાઇમ સ્ટોનનું ખોદકામ થયું હતું. જેની કુલ કિંમત રૂ. 87,03,600 થવા જાય છે.

જ્યારે પોલીસે પકડેલી મશીનરીની કિંમત રૂ. 10 લાખ થવા જાય છે. પોલીસે જે 14 ની સામે ગુનો નોંધ્યો છે તેઓમાં દીગુ બારડ, જયેશ બારડ (રે. બંને દેદાની દેવડી, તા. કોડીનાર), ટ્રેક્ટર માલિકો અલારખા વસંત ચોરવાડા (રે. ઊના) અને રાજા અરજણ જેઠવા (રે. પીછવી, તા. કોડીનાર), રાજુભાઇ મેર (રે. જામવાળા, મૂળ પોરબંદર), અવેશ ભીખુમિંયા કાદરી (રે. કોડીનાર), ભાવસિંહ ગાંડાભાઇ દાહીમા અને દિલીપ બચુ બારડ (રે. બંને દેદાની દેવળી), કુંભા રામા રાઠોડ (રે. ઘાંટવડ, તા. કોડીનાર), સુરેશ ધીરુ બાબરિયા, હનીફ જહાંગીર દરજાદા (રે. વલાદર, તા. કોડીનાર), વાલજી કરશન મકવાણા (રે. ભિયાળ, તા. ગિરગઢડા) અને જીતુ મેરૂ ડોડિયા (રે. સાંઢણીધાર, તા. કોડીનાર) નો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીને લીધેજ એએસપી ઓમપ્રકાશ જાટ પાસેથી ચાર્જ છીનવાયો હોવાની છાપ લોકોમાં ઉભી થઇ છે. અને તેને લીધેજ ઊના અને કોડીનારના ધારાસભ્યોએ પણ સરકારની જ તેમાં સીધી સંડોવણી હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે, આ રેડને લઇ વિવાદ થયો હતો. અંતે આજે છેક આંકડા જાહેર કરવાની ફરજ પડી હતી.

સૌથી મોટી ખાણમાંથી 6625 મે. ટન ખનીજ ચોરી
પોલીસે પકડેલી 9 ખાણો પૈકી સૌથી મોટી ખાણ દીગુ બારડ અને જયેશ બારડની હતી. જેમાં સૌથી વધુ 6625 મેટ્રિક ટન ખનીજનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 26.50 લાખની ખનીજ ચોરી થયાનું સ્પષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો