શિક્ષણ:એલએલબી સેમેસ્ટર 2 નું 84.93, સેમેસ્ટર 4નું 88. 22 ટકા પરિણામ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ યુનિ.ની પરીક્ષાનું પરિણામ જાહેર

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એલએલબી સેમેસ્ટર 2 અને 4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સેમેસ્ટર 2 નું 84.93 ટકા અને સેમેસ્ટર 4 નું 88.22 ટકા પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા પૂરી થયાના ત્રીજા જ દિવસે પરિણામ આપવાની પરંપરા સતત 12માં દિવસે પણ જળવાઇ રહી હતી. દરમિયાન પુન: મુલ્યાંકન કરવા ઇચ્છુક છાત્રોને દિવસ 10માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઝડપથી પરીણામો બહાર પાડી દેવામાં આવતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટેની તૈયારીમાં પડી ગયા છે. આમ, સમયસર પરિણામો જાહેર કરવાથી છાત્રોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...