તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરીની મહોર:જૂનાગઢમાં ગત સ્ટેન્ડીંગમાં 83 લાખ મંજૂર કર્યા એજ કામના ફરી 1.10 કરોડ મંજૂર!

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
11 ડિસેમ્બરે મળેલી મિટીંગમાં સ્ટ્રીટ લાઇટના પોલ માટે 83 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો અને જેનું કામ પણ તે પહેલા શરૂ હતુ., 30 ડિસેમ્બરે મળેલી મિટીંગમાં આ જ કામ માટે 1.10 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. ગત મંજૂરી કરતા આ વખતે નવા કેબલનો ઉલ્લેખ થયો છે. - Divya Bhaskar
11 ડિસેમ્બરે મળેલી મિટીંગમાં સ્ટ્રીટ લાઇટના પોલ માટે 83 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો અને જેનું કામ પણ તે પહેલા શરૂ હતુ., 30 ડિસેમ્બરે મળેલી મિટીંગમાં આ જ કામ માટે 1.10 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. ગત મંજૂરી કરતા આ વખતે નવા કેબલનો ઉલ્લેખ થયો છે.
 • જૂનાગઢ મનપાની સ્થાયી સમિતીની દલા તરવાડીની નિતી : વૈભવ ચોકથી લઇને બિલખા રોડ સ્વામિનારાયણ ગેઇટ સુધીના એક જ કામ માટે બબ્બે વાર સ્ટેન્ડીંગમાં મંજૂર કર્યા
 • સ્થાયી સમિતીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારના 25 કરોડના કામોને મંજૂરીની મહોર

વર્ષ 2020ની જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની છેલ્લી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતીની દલા તરવાડીની નિતી સામે આવી છે. ખાસ કરીને ગત 11 ડિસેમ્બરના રોજ મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં જે કામ માટે 83 લાખ મંજૂર કરાયા હતા એજ કામ માટે ફરી 1.10 કરોડની રકમની ફાળવણી કરાઇ છે! ગત 11 ડિસેમ્બરે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો જેવા કે વૈભવ ચોકથી જયશ્રી રોડ,કાળવા ચોકથી દાતાર રોડ, સ્વામિ વિવેકાનંદ ચોક સુધી અને ટાઉન હોલથી ડો. આંબેડકર નગર સ્વામિનારાયણ ગેઇટ સુધી ડિવાઇડર પર ઇલેકટ્રીક પોલ ઉભા કરવા માટે 83 લાખના ખર્ચની દરખાસ્તને મંજૂૂર કરવામાં આવી હતી.

દરમિયાન 30 ડિસેમ્બરે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં વૈભવ ચોકથી જયશ્રી રોડ થઇ કાળવા ચોક તેમજ કાળવા ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ, દાતાર રોડ તેમજ સર્કિટ હાઉસથી બિલખા રોડ સ્વામિનારાયણ ગેઇટ સુધી હયાત ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી તેની જગ્યાએ નવો કેબલ અને પોલ નાંખવાની કામગીરી કરવા માટે 1,10,03,610 ના ખર્ચને મંજૂરીની મહોર મારવામાં આવી છે! આમ, ગત સ્ટેન્ડીંગની બેઠકમાં જે કામ મંજૂર કરાયું હતું તેજ કામ ફરી મંજૂર કરાયું છે.

વળી એજ રૂટ અને એજ કામ હોવા છત્તાં રકમ પણ ગત બેઠક કરતા વધારાઇ છે!! ત્યારે આ મામલે તપાસ થવી જોઇએ. શા માટે એક જ કામ માટે બબ્બે વખત સ્ટેન્ડીંગમાં દરખાસ્ત થાય છે અને મંજૂર પણ કરી દેવાય છે? વળી અગાઉ પણ આવું થયું છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે.

એકસેસ બિલ માટે અટકેલા કામને મંજૂરી
સક્કરબાગથી માર્કેટીંગ યાર્ડ થઇ આંબેડકર ચોક દોલતપરા સુધીના રોડ માટે અગાઉ નક્કી થયેલ રકમ કરતા એકસેસ રકમ થતા આ કામ અટક્યું હતું. આ મામલે અગાઉ જનરલ બોર્ડમાં પણ ભારે ચર્ચા થઇ હતી. જોકે, સ્થાયી સમિતીએ આ કામને મંજૂરી આપી દીધી છે.

આશરે 25 કરોડના કામો મંજૂર
વોર્ડ નંબર 12 માં કમ્પાઉન્ડ વોલ, પેવર રોડ, વોર્ડ નંબર 14માં હાજીયાણી બાગ ડમ્પિંગ સ્ટેશન ખાતે કમ્પાઉન્ડ વોલ, શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટના પોલ, વાયર નવા નાંખવા, વોર્ડ નંબર 14માં રાજીવ ગાંધી પાર્કથી શિશુમંગલ થઇ રામનિવાસ સુધીના માર્ગોની બન્ને સાઇડ પર પેવર બ્લોક પાથરવા,વોર્ડ નંબર 7માં કમ્પાઉન્ડ વોલ બનાવવા,વોર્ડ નંબર 2,4,5,6,7 ના વિસ્તારોમાં ગેસની પાઇપ લાઇન નાંખવા અને બાદમાં રસ્તાનું મરમ્મત કરવા, પંચેશ્વર બ્રિજ આયુર્વેદિક કોલેજ સામે બોક્ષ કલવર્ટ, પાઇપ કલવર્ટ, આરસીસીવોલ, એપ્રોચ સીસીરોડ બનાવવા, દામોદર કુંડ સામેના રાજ રાજેશ્વરી મંદિર પાછળના રોડ બનાવવા ઘટતી 50 લાખની રકમ મંજૂર કરવા તેમજ સક્કરબાગથી માર્કેટીંગ યાર્ડ રોડ થઇ આંબેડકર ચોક દોલતપરા સુધી સીસીરોડ બનાવવાના કામને મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો