તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં જાગૃત્તિ:એક જ વર્ષમાં 50 જાતના 8,200 વૃક્ષોનું વાવેતર કરાયું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ઓક્સિજનની કમી બાદ લોકોમાં આવી જાગૃત્તિ

કોરોનામાં ઓક્સિજનની પડેલી કમી બાદ લોકોમાં વૃક્ષોના વાવેતર અને જાળવણી અંગે જાગૃત્તિ આવી છે. દરમિયાન આવી જાગૃત્તિના કારણે જ માણાવદર તાલુકાના સરદારગઢ ગામમાં એક જ વર્ષમાં 50 જાતના 8,200 વૃક્ષોનું વાવેતર થતા સરદારગઢ ગામ હરિયાળું ગામ બન્યું છે. સરદારગઢના વતની ડો. સી. બી. રાજપરાએ મારૂં ગામ હરિયાળું ગામ બનાવવા સૌપ્રથમ 200 વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેર્યા હતા. બાદમાં આ કાર્યમાં હાલ અમેરિકા રહેતા અનેક વતનપ્રેમીઓનો પણ સહકાર મળ્યો.

તેમના દ્વારા વૃક્ષોના 10 વર્ષના નિભાવ માટે પણ જરૂરી રકમ મોકલવામાં આવી. વન વિભાગે રોપા પુરા પાડતા ગૌસેવા સમાજ, ગ્રામ પંચાયતના સહકારથી સ્મશાન ભૂમિમાં 500 વૃક્ષોનું વાવેતર કરાયું. બાદમાં અન્ય 7,500 વૃક્ષોનું વાવેતર કરાયું. આ કાર્યમાં મનિષ રાજપરા, અમુભાઇ કોરડિયા, ભરત સાપરીયા, નાનજીભાઇ, ધીરૂભાઇ, દિલીપ મેંદપરા, દિનેશ સાપરીયા, ભનુભાઇ ચાંગેલા, આશિષ મિઠાણી, નિલેશ દેત્રોજા વગેરેનો સહકાર સાંપડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...