તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સોરઠમાં એક દિવસમાં 8,145ને કરાયું રસીકરણ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં 276, ગિર સોમનાથમાં 194 દર્દી ડિસ્ચાર્જ
  • જૂનાગઢ જિલ્લામાં 473 કેસ, 10ના મોત: ગિર સોમનાથમાં 180 કેસ, 2ના મોત
  • પોરબંદર જિલ્લામાં 40 કેસ, 39 દર્દી ડિસ્ચાર્જ

સોરઠમાં કોરોના સામે લોકોને રક્ષિત કરવા માટે તંત્ર દ્વારા રસીકરણની કામગીરીને વધુ વેગવંતી બનાવાઇ રહી છે. બીજી તરફ લોકોમાં પણ કોરોના અંગે જાગૃત્તિ આવી હોય હવે લોકો કોરોના રસી લેવા માટે સ્વૈચ્છિક રીતે તૈયાર થઇ રહ્યા છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં મંગળવારે 1,458ને તેમજ ગ્રામ્યમાં 3,585ને મળી એક જ દિવસમાં 5,041 લોકોએ કોરોના વેક્સિન લીધી છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અહિં 3,104 લોકોએ કોરોનાની રસી લીધી છે. આમ, સોરઠમાં એક જ દિવસમાં કુલ 8,145 લોકો કોરોના વેક્સિન લઇ મહામારીના સંક્રમણથી બચવા સક્ષમ બન્યા છે.

હજુ પણ લોકો વેક્સિનેશન માટે આગળ આવે તે જરૂરી છે, કારણ કે આ મહામારી સામે વેક્સિન જ રામબાણ ઇલાજ છે. મંગળવારે જૂનાગઢ જિલ્લામાં કુલ 473 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 229 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કુલ 10ના કોરોનાથી મોત થયા છે જેમાં જૂનાગઢ સિટીના 4 કેસ અને જિલ્લાના 6 મોતનો સમાવેશ થાય છે. જ્યારે 276 દર્દીઓએ કોરોનાને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ ગિર સોમનાથ જિલ્લામાં કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે.

મંગળવારે 180 કેસ નોંધાયા હતા જ્યારે 2 દર્દીના કોરોનાના કારણે મોત થયા હતા તેમજ 194 દર્દી સાજા થતા તેને રજા અપાઇ છે. આમ સોરઠમાં મંગળવારે જૂનાગઢ જિલ્લાના 473 અને ગિરસોમનાથ જિલ્લાના 180 કોરોના પોઝિટીવ મળી કુલ 653 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢના 276 અને ગિર સોમનાથના 194 મળી કુલ 470 દર્દીઓએ કોરોનાને માત આપી છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના 10 અને ગિર સોમનાથના 2 મળી સોરઠમાં મંગળવારે કુલ 12 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 604 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 40 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 8 વર્ષની બાળકી, 16 વર્ષના કિશોરનો સમાવેશ થયો છે. ઉપરાંત પોરબંદરના છાયા, કમલાબાગ, જુરીબાગ, ખારવાવાડ, કડીયાપ્લોટ, ખાપટ, વનાણા, કોરીવાડ, ગોપનાથ શેરી, ભાટિયા બજાર, રાજીવનગર, ધરમપુર, પટેલ કોલોની સહિતના વિસ્તારો માંથી તેમજ રાણાવાવ, દેગામ, અમરદળ, સિસલી, પીપળીયા, નવીબંદર, ભોદ ગામ માંથી 81 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...