સાયન્સનું પરિણામ:જૂનાગઢ જિલ્લાનું ધો.12 સાયન્સનું 80.26 % પરિણામ આવ્યુ, 2057 વિદ્યાર્થીઓ પાસ થયા

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં માસ પ્રમોશન અને હવે 2022માં 80.26 % ઊંચુ પરિણામ આવ્યું

રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે 2022 માર્ચમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ધો.12 સાયન્સ પ્રવાહનું રાજ્યનું 72.02 % પરિણામ આવ્યુ છે. જેમાં જૂનાગઢ જિલ્લાનું 80.26 % પરિણામ આવ્યુ છે. જિલ્લામાં કુલ 2563 વિદ્યાર્થીઓમાંથી 2057 વિધાર્થીઓ પાસ અને 511 વિધાર્થીઓ નાપાસ થયા છે.

જૂનાગઢ જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 80.26 % જેટલું અવ્વલ પરિણામ આવ્યુ છે. માર્ચ મહિનામાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 2563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આજે જાહેર થયેલા પરિણામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, રાજ્યની સરખામણીએ જૂનાગઢ જિલ્લાનું સાયન્સ પ્રવાહનું ખૂબ જ સારૂ પરિણામ આવ્યુ છે. છેલ્લા વર્ષોના પરિણામ જોઈએ તો જૂનાગઢ જિલ્લાનું 2019 માં 74.50 %, 2020માં 72.19 %, 2021માં માસ પ્રમોશન અને હવે 2022માં 80.26 % ઉચ્ચુ પરિણામ આવ્યું છે.

આજના પરિણામમાં જુનાગઢ જિલ્લામાં કુલ 2563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A-1 ગ્રેડમાં 11, A-2માં 139, B-1માં 292, B-2માં 466, C-1માં 549, C-2માં 506, Dમાં 93, નાપાસ કેટેગરીમાં 511 વિદ્યાર્થીઓ છે. જિલ્લાનું 80.26 % પરિણામ આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...