તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:800 લોકોએ વૃક્ષનું વાવેતર કરી તેના ફોટોગ્રાફ્સ મોકલ્યા

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલાની સ્મૃતિમાં કાર્યક્મ

કોરોનામાં ઓક્સિજન ન મળવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે તેમની સ્મૃતિમાં વધુ ઓક્સિજન આપતું એક વૃક્ષ વાવી તેનો ફોટોગ્રાફ્સ મોકલવાની સ્પર્ધા યોજાઇ હતી. બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં 800થી વધુ લોકોએ વૃક્ષોનું વાવેતર કરી તેના ફોટોગ્રાફસ મોકલ્યા હતા.

આ સાથે પર્યાવરણલક્ષી ઓનલાઇન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા પણ યોજાઇ હતી જેમાં જૂનાગઢ જિલ્લામાંથી 950 અને અન્ય જિલ્લામાંથી 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર સ્પર્ધકોને ચાંપરડાના મહંત મુકતાનંદ બાપુ, શિક્ષણવિદ્દ ગિજુભાઇ ભરાડે અભિનંદન આપ્યા હોવાનું બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડિનેટર પ્રતાપ ઓરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...