તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:'ગ્રીન વેરાવળ ઝુંબેશ' અંતર્ગત અલગ અલગ પ્રકારના 800 વૃક્ષ રોપવામા આવ્યા

વેરાવળ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલીકાના હોદેદારો અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કર્યું

વેરાવળમાં સર્કીટ હાઉસ પાસે અલગ-અલગ પ્રકારના 800થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ આજે સંવેદના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ જેમાં નગરપાલિકા પ્રમુખ સહીત પર્યાવરણ પ્રેમીઓ જોડાયેલ હતા.

વેરાવળ ખાતે સંવેદના ફાઉન્ડેશન દ્વારા શહેરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ પીયૂષભાઇ ફોફંડી ના 1 લાખ 8 વૃક્ષોના સંકલ્પ બાદ ગીર સોમનાથ જીલ્લાનું પ્રથમ જગન્નાથ વન (મિયાવાકી પદ્ધતિ જેવું દેશી વૃક્ષોનું ગીચ જંગલ) સર્કીટ હાઉસ ખાતે અલગ અલગ પ્રકારના 896 વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવેલ હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર ગોહિલ, મામલતદાર ચાંદેગરા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જીલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંગભાઇ પરમાર, ભાજપ જીલ્લાના મહામંત્રી ડો.જયેશભાઇ વાઘસિયા, વનવિસ્તરણ વિભાગના ફોરેસ્ટર જયશ્રીબેન પરમાર, ભાણાભાઇ રાઠોડ, ઇન્ડિયન રેયોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. રજત ડે, સી.એસ.આર. હેડ શ્રદ્ધાબેન મહેતા, જન સેવા ટ્રસ્ટના વિજયભાઇ વાછાણી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેશભાઇ રાજપરા, મંત્રી નિલેશભાઇ ઉનડકટ, ડો.હિમાંશુ ઉનડકટ, રોટરી ક્લબના મંત્રી ગીરીશભાઇ ઠક્કર, જનકભાઇ સોમૈયા, નગરસેવક ઉદયભાઇ શાહ, અનીશભાઇ રાચ્છ સહીતના પર્યાવરણ પ્રેમી પરિવારો અને બાળકો વિગેરે હાજર રહી પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી સંવેદના ફાઉન્ડેશનના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

સંવેદના ફાઉન્ડેશનના સંયોજક કલ્પેશભાઇ શાહે જણાવેલ કે, શહેરમાં 1 લાખ 8 વૃક્ષો વાવવાના સંકલ્પને સાર્થક કરવાનું આ પ્રથમ પગથીયું છે અને આગામી આયોજનમાં શહેરના સાર્વજનિક પ્લોટ તથા મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારમાં આ ચોમાસા દરમ્યાન કુલ 15 હજાર વૃક્ષો તથા રોપા વિતરણ કરવાનું આયોજન રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...