• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 80 Women Of Lohana Mahila Parishad Of South India Took Advantage Of The Online Darshan Of The First Jyotirlinga Lord Somnath Mahadev

દર્શન:દક્ષિણ ભારતની લોહાણા મહિલા પરીષદની 80 મહિલાઓએ પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શનનો લાભ લીધો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલાઈન દર્શન પુજા - Divya Bhaskar
ઓનલાઈન દર્શન પુજા
  • વિદેશી શિવભકત દ્વારા અહલ્યાબાઇ મંદિરને સાડા ચાર કીલો ચાંદીનું મોહરૂ અર્પણ કરાયું

દક્ષિણ ભારતની લોહાણા મહિલા પરીષદની 80 જેટલી બહેનોએ પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કરી કીર્તનનો લાભ લીધો હતો, તેમજ વિદેશી શિવભકત દ્વારા અહલ્યાબાઇ મંદિરને સાડા ચાર કીલો ચાંદીનું મોહરૂ અર્પણ કર્યું હતું.

અમેરીકા નિવાસી નરેન્દ્રભાઇએ શ્રી અહલ્યાબાઇ મંદિરના પૂજારી મીથીલેશભાઇ દવે સાથે વાતચીત કરી જાણકારી મેળવતા આશરે સાડા ચાર કિલો ચાંદીનું મોહરૂ અહલ્યાબાઇ મંદિરને અર્પણ કર્યું છે. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા દાતા પરીવારનું સન્માન કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત દક્ષિણ ભારત લોહાણા મહિલા પરીષદની 80 જેટલી બહેનોએ ઝુમ એપના માધ્યમથી સોમનાથ ખાતે વર્ચુઅલ કિર્તન કળશ કાર્યક્રમ યોજ્યો હતો. હરી-હરની ભૂમિ સોમનાથમાં ઓનલાઇન શિવ-કૃષ્ણ કિર્તન અને ભજનનો

કાર્યક્રમ યોજાયેલો જે સાંજે સાડા ચારથી સાડા સાત દરમ્યાન યોજાયેલ હતો. સોમનાથ મહાદેવના લાઇવ દર્શન સાથે સાયં આરતીનો લ્હાવો પણ આ બહેનોએ લીધેલ હતો અને આ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમની સહાયતા બદલ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...