માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામોમાં ચણાના પાકમાં રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મગફળીની સીઝનમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ હવે ચણામાં રોગ આવતા 80 ટકા પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
જૂનાગઢના જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં 80 ટકા ચણાનો પાક નિષ્ફળ થતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. તો ઘણા ખેડૂતોએ પોતાનાં ઘરનાં દાગીના વેચીને ચણાનું બિયારણ ખરીદ્યું હતું, પરંતું પાક નિષ્ફળ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે સરકાર ખેડૂતોને વારે આવે અને મદદ કરે તેવી માગ કરી છે.
માંગરોળ તાલુકાના ઘેડના ગામોમાં ઓસા, સામરડા, ફુલરા, હંટરપુર પંથક સહિતાના ખેડૂતો પશુપાલન ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ચારા માટે ખેડુતો વલખાં મારે છે. પિયત માટે માત્ર અમીપુર ડેમ આવેલ છે. જે પણ તાત્કાલિક રીપેરીંગ કરીને ઘેડ પંથકના પશુઓને નિભાવ કરવા પાણી માટે માગ કરી છે. તો સોમાસાની સીઝનમાં ઘેડમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગઈ હતો, તો વળી ફરી ચણામાં રોગ આવતા ખેડૂતોની હાલત દયનીય બની ચુકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.