કાર્યવાહી:તાલાલાના ધાવા ગીર ગામે રાજકીય ઓથ ધરાવતા શખ્સ પાસેથી 8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

તાલાલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્‍ટાફ સાથે પકડાયેલ રાજકીય ઓથ ઘરાવતો શખ્‍સ - Divya Bhaskar
પોલીસ સ્‍ટાફ સાથે પકડાયેલ રાજકીય ઓથ ઘરાવતો શખ્‍સ
  • વાડીના ગોડાઉનમાં છુપાવેલા દારૂના જથ્થા અંગે બાતમી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો
  • વિદેશી દારૂ-બીયરનો જથ્‍થો ઉનાના અંજારનો કુખ્‍યાત બુટલેગરએ આપ્‍યો હોવાની માહિતીને લઈ તપાસ શરૂ

ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના ઘાવા ગીર ગામની સીમમાં આવેલ રાજકીય ઓથ ધરાવતો શખ્સની વાડીના ગોડાઉનમાંથી બાતમીના આઘારે પોલીસે દરોડો પાડી 8 લાખની કિંમતનો જુદી-જુદી વિદશી બ્રાંડની 164 પેટી દારૂ-બીયરનો જથ્‍થો પકડી પાડતા ચકચાર જાગી છે. આ દરોડામાં વાડી માલીક અરવિંદ રામોલીયાની ઘરપકડ કરાયેલ જયારે દારૂનો જથ્‍થો આપનાર ઉનાનો કુખ્‍યાત બુટલેગર રસીક જીણા બાંભણીયા ફરાર થઇ ગયો છે. આ દરોડા બાદ પકડાયેલ શખ્‍સ રાજકીય ઓળખનો લાભ લઇ ગોરખઘંઘા ચલાવતો હોવાની ચર્ચા પંથકમાં શરૂ થઇ છે. તો આ સાથે પકડાયેલ શખ્‍સ અરવિંદના વર્તમાન સાંસદ, માજી મુખ્‍યમંત્રી સહિતના રાજકીય આગેવાનો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સમગ્ર ગીર સોમનાથ જીલ્‍લામાં ચકચાર જગાવનાર દરોડા અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર તાલાલા ગીર તાલુકાના ઘાવા ગામની સીમમાં સુરવા રોડ પર આવેલ વોકળાની બાજુમાં અરવિંદ બાબુ રામોલીયાની આંબાની બગીચાની વાડીના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્‍થ્‍ો રાખેલ હોવાની સ્‍થાનિક પોલીસને બાતમી મળી હતી. જે અંગે એએસપી ઓમપ્રકાશ જાટ, પીઆઇ કે.એચ.ચૌઘરીને જાણ કરતા બંન્‍ને અઘિકારીઓ તાલાલા પોલીસ સ્‍ટેશન ખાતે દોડી આવેલ હતા. બાદમાં તેમની સુચનાથી તાલાલા પીએસઆઇ એમ.કે.મકવાણાએ સ્‍ટાફના જે.ડી.પરમાર, એલ.બી.બાંભણીયા, ડી.આર.બાંભણીયા, ગોપાલ મકવાણા, મહેશ સોસા સહિતના સ્‍ટાફ ખાનગી અને સરકારી વાહનોમાં ઘાવા ગીરની સીમમાં આવેલ વાડીએ પહોચ્‍યા હતા. જયાં તપાસ કરતા વાડીમાં મકાનની પાછળ આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્‍થો મળી આવેલ હતો.

જેની ગણતરી હાથ ઘરતા જુદી જુદી વિદેશી બ્રાન્‍ડના 155 પેટી દારૂ-વ્‍હીસકીનો જથ્‍થો કિં.રૂ.7,71,360 તથા 9 પેટી બિયરનો જથ્‍થો કિ.રૂ.21,600 મળી કુલ કિં.રૂ.7,92,960 તથા એલજીનો મોબાઇલ કિ.રૂ.25 હજાર મળી કુલ રૂ.8,17,960 નો મુદામાલ મળી આવેલ હતો. આ દરોડા સમયે વાડી માલીક અરવિંદ રામોલીયા પણ વાડીએ હાજર હોવાથી તેની ઘરપકડ કરી પુછપરછ હાથ ઘરી હતી. જેમાં દારૂનો જથ્‍થો રસીક જીણા બાંભણીયા રહે.અંજાર-ઉના વાળો આપી ગયો હોવાનું જણાવેલ હતુ. જેના આઘારે પોલીસે પ્રોહી એકટની કલમ 65 ઇ તથા 81 મુજબ અરવિંદ રામોલીયા તથા રસીક જીણા બાંભણીયા સામે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ દરોડાના પગલે ઉનાનો કુખ્‍યાત બુટલેગર રસીક બાંભણીયા ફરાર થઇ ગયેલ હોય તેની ઘરપકડ કરવા પોલીસે તપાસ હાથ ઘરી છે.

વાયરલ ફોટા
વાયરલ ફોટા

પકડાયેલ શખ્સના રાજકીય આગેવાનો સાથેના ફોટો વાઈરલ

અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જીલ્‍લામાં લાંબા સમય બાદ વિદેશી દારૂનો મોટો જથ્‍થો પકડાયો છે અને તે પણ રાજકીય ઓથ ઘરાવતા તાલાલા ગીર પંથકના શખ્‍સના કબ્‍જામાંથી પકડાતા અનેકવિઘ ચર્ચા શરૂ થઇ છે. દરોડા બાદ પકડાયેલ આરોપી અરવિંદ રામોલિયાના રાજકીય આગેવાનો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઇ અનેકવિઘ ચર્ચાઓ શરૂ થઇ છે.

વાયરલ ફોટા
વાયરલ ફોટા

આ મામલે તટસ્થ તપાસ થાય તો વ્યવસ્થિત નેટવર્કનો પર્દાફાશ થવાની વકી

હાલ તો પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ આદર્યો છે ત્યારે જાણકારોના મતે સંઘ પ્રદેશ દિવમાંથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વિદેશી દારૂ ઠાલવવાનું મસમોટું નેટવર્ક ચાલી રહ્યું છે. જેમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર ઉંડાણપૂર્વકની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે કોની ઓથ હેઠળ, કોના પાયલોટીંગ નીચે સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ પહોંચાડવામાં આવે છે ? એ સવાલોના જવાબ મેળવવા તપાસ થશે તો મસમોટા વિદેશી દારૂ ઠાલવવાના નેટવર્કનો પણ પર્દાફાશ થવાની શકયતા વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...