કોરોના સંક્રમણ:જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે 8 કોરોના પોઝિટીવ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 દિવસમાં જિલ્લામાં 20 કેસ, 12 ડિસ્ચાર્જ

જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી જાણે કોરોનાએ મુકામ કર્યો હોય તેમ સતતબીજા દિવસે પણ 8 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી વિગત મુજબ મંગળવારે જિલ્લામાં કુલ 12 કેસ કોરોના પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી 8 કેસ માત્ર જૂનાગઢ સિટીના હતા.

જ્યારે સતત બીજા દિવસે- બુધવારે પણ શહેરમાં 8 કેસ કોરોનાના નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. આમ, જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 16 કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે શહેરીજનોએ કોરોના સંક્રમણ અટકાવવા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.

છેલ્લા 2 દિવસમાં કુલ 20 કેસ નોંધાયા છે અને 12 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન જિલ્લામાં હજુ 20 કન્ટેનમેન ઝોનમાં 20 ઘરના 81 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બુધવારે શહેરમાં 5,272ને અને ગ્રામ્યમાં 6,676 મળી એક જ દિવસમાં કુલ 11,942ને કોરોના વેક્સિનેશન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...