તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાગિયું રાખી ચોરી કરનાર 8 ઝડપાયા

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ખેતરમાં મજુરી સાથે રેકી કરી રાતે ખેડૂતના તૈયાર પાકની ચોરી કરતા હતા
  • મોટી મોણપરીની સીમમાં ચોરી કરેલા લસણ, તલ સહિત 4.74 લાખનો મુદ્દામાલ કબ્જે

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાંથી તલ, લસણની ચોરી કરનાર ગેન્ગના 8 સભ્યોને એલસીબીએ ઝડપી લઇ તેની પાસેથી 4,47,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના મોટી મોણપરીની સીમમાં આવેલ ખેતરોમાંથી લસણ તેમજ તલની બોરીઓની ચોરી થઇ હતી. આ મામલે વિસાવદર પોલીસમાં ફરિયાદ થઇ હતી.

દરમિયાન ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે લસણ અને તલની ચોરી કરનાર શખ્સો વિસાવદર તાલુકાના જાંબુડી, ઇશ્વરીયા, મોટી મોણપરી અને પીયાવા વગેરે ગામમાં ભાગીયું રાખીને રહે છે અને હાલ વાડીએ જ છે.

બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, ડી.એમ. જલુ અને સ્ટાફે જઇ તમામ 8 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી લસણના બાચકા કિંમત 42,000, યાર્ડમાં વેંચી નાંખેલ તલના રોકડા 1,10,000, ચોરીમાં વપરાયેલ છકડો રિક્ષા કિંમત 2,00,000, મોટર સાઇકલ 3 કિંમત 80,000 અને મોબાઇલ 4 કિંમત 15,500 મળી કુલ 4,47,500નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેઓ દિવસના ભાગ્યું રાખી ખેતરમાં મજૂરી કરતા અને આજુબાજુના ખેતરમાં રેકી કરતા. બાદમાં ખેતરમાં પડેલ પાકોને રાત્રીના સમયે વાહનોમાં ભરી જઇ વેંચી નાંખતા હતા.

અન્ય સમાચારો પણ છે...