તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ કબજે:તુવેરના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા, પોલીસે1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાલ ગામની સીમમાંથી પોલીસે 8 જુગારીને ઝડપી લઇ 1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે નાસી છુટ્યો હતો. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવારની જૂગારની બદીને ડામવાની સૂચના બાદ એબ્સ્કોન્ડર સ્ક્વોર્ડે તપાસ હાથ ધરી હતી. દરમિયાન વડાલ ગામનો રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઇ વઘેરા તેમજ પીયુષ શૈલેષભાઇ દોંગા બહારગામથી માણસો બોલાવી પોતાની વડાલ ગામની કાથરોટા રોડ પર આવેલ વાડીમાં તુવરેના વાવેતરની વચ્ચે જુગાર

રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે એબ્સ્કોન્ડર ટીમના રીડર પીઆઇ કે.કે. ઝાલાના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.જે.રામાણી,સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.જી. ચાવડા,એચ.એન. ચુડાસમા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 8 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા જ્યારે 1 નાસી છૂટ્યો છે. પોલીસે જુગાર સ્થળ પરથી રોકડ, મોબાઇલ, મોટર સાઇકલ મળી કુલ 1,29,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...