તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:7 મું પગાર પંચ, સળંગ નોકરીના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શાળાના શિક્ષકો કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરાઇ છે. સાથોસાથ જો બોર્ડની પરીક્ષા પહેલા પ્રશ્નો નહિ ઉકેલાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રજૂઆત કરાઇ છે. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, અમારા વિવિધ પ્રશ્નોને લઇને અગાઉ પણ અનેક વખત ધરણાં, પ્રદર્શનો, રજૂઆતો કરાઇ હતી પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

જ્યારે માર્ચ 2019માં એસએસસીની પરીક્ષા કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારતા આ બાબતે સમાધાન કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં આ પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી. ખાસ કરીને અનુદાનિત શાળાના શિક્ષકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા પ્રાથમિક શિક્ષકોના આંદોલનને ટેકો આપ્યો હતો. ત્યારે પ્રાથમિક શિક્ષકો માટે સળંગ નોકરીનો આદેશ કરી અનુદાનિત શાળના શિક્ષકો સાથે અન્યાય કર્યો છે. સાતમું પગાર પંચના એરિયર્સના છેલ્લા 2 વર્ષના હપ્તા ચૂકવાયા નથી.

જ્યારે સરકારી કર્મચારીઓને 3 - 3 હપ્તા ચૂકવી આપ્યા છે. હવે અનુદાનિત શાળાના શિક્ષકોની ધિરજ ખુટી ગઇ છે. ત્યારે મે માં લેવાનાર બોર્ડની પરીક્ષા પહેલા બન્ને પરિપત્ર નહી થાય તો પરીક્ષા પહેલા જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી દિનેશભાઇ ચૌધરી, સુરેશભાઇ પટેલ, ભરતભાઇ પટેલ અને રમેશભાઇ ઠક્કરે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો