મગફળીના ભાવ સ્થિર:યાર્ડમાં દોઢ મહિનામાં 7.50 લાખ મણ સોયાબીન ઠલવાયું

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં પ્રતિમણે 350 રૂપિયાનો ઘટાડો
  • પ્રતિ 20 મણે 200થી 300 રૂપિયાનો ઉતાર ચઢાવ જોવા મળ્યો, આવક વધતા સોયાબીનના ભાવ ઘટતા ગયા

સોરઠ પંથકમાં મગફળી ઉપરાંત સોયાબીનનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થયું હતું. અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જ્યારે સોયાબીનના હાલ પ્રતિમણ 1025 થી 1150ના ભાવ છે. જ્યારે મગફળી 25,500થી 26100,200નાં ભાવે ચાલી રહી છે. જે ભાવ સ્થિર છે. જો કે, સોયાબીનના ભાવમાં છેલ્લા 15 દિવસમાં ઘટાડો નોંધાયો છે.

આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે યાર્ડમાં સોયાબીન, મગફળી સહિતના પાકોની સારી એવી આવક જોવા મળી રહી છે. આ વખતે સોયાબીનની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જ ભાવની વાત કરીએ તો ગત 7 નવેમ્બરે યાર્ડમાં જ 20 કિલોના 1458 રૂપિયા ઉપજ્યા હતા. જેમાં હાલની સ્થિતી મુજબ 350 રૂપિયાનો ઘટાડો નજરે પડી રહ્યો છે.

આ સાથે મગફળીની વાત કરીએ તો પ્રતિ 20 મણે 100થી 200 રૂપિયાનો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એકંદરે ભાવ સ્થિર છે. જ્યારે સોયાબીનની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા દોઢ મહિનામાં 7.5 લાખ મણ સોયાબીન ઠલવાયું છે. જો કે, આવક સતત વધી રહી હોય જેમના કારણે ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણકારો માની રહ્યાં છે.

પ્રતિ 20 મણે 200થી 300 રૂપિયાનો ઉતાર ચઢાવ જોવા મળ્યો, આવક વધતા સોયાબીનના ભાવ ઘટતા ગયા

ગુરૂવારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં જણસની થયેલ આવક
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારનાં સૌથી વધુ 3350 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે જીણી મગફળી 1030 ક્વિન્ટલ, જાડી મગફળી 622 ક્વિન્ટલ અને ધાણાની આવક 554 ક્વિન્ટલ થઈ હતી.

તેલ, પાઉડર, આયુર્વેદિક દવામાં થતો ઉપયોગ
રઘુવીર બ્રોકર વિનુભાઈ કોટકે જણાવ્યું કે સોયાબીન નુ તેલ અને તેમાંથી 70 ટકા ખોળ નીકળે તેનું વેંચાણ થાય છે અને અને આ તેલ નો મોટા પ્રમાણ વપરાશ હોય તેનો નિકાશ પણ થાય છે.સોયાબીનમાં પ્રોટિનનું પ્રમાણ વધુ હોય સોયા પ્રોટિન પાવડર સહિત અનેક આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...