શિક્ષણ:75ને પુરો પગાર, 60 ને ઉચ્ચતર પગાર ધોરણ, 236 પ્રવાસી શિક્ષકોને મંજૂરી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ કાર્ય સુચારૂં રીતે ચાલે તે માટે ડીઇઓના પ્રયાસ

જૂનાગઢ જિલ્લામાં શિક્ષણમાં ત્રિવેણી સંગમ સર્જાયો છે. ખાસ કરીને કાયમી શિક્ષકોમાં સમાવેશ, પ્રવાસી શિક્ષકોની નિમણુંક તેમજ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. પરિણામે શિક્ષકોમાં આનંદ છવાઇ ગયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરની એન.બી. કાંબલીયા સ્કૂલ ખાતે શુક્રવારે બપોરના 2:30 વાગ્યે કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં 5 વર્ષની ફરજ પૂરી કરનાર 75 શિક્ષક સહાયકોને કાયમી શિક્ષક ગણી તેમનો પૂરા પગારમાં સમાવેશ કરાયો છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના મળી કુલ 60ને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાવ્યો છે.

આ ઉપરાંત ધોરણ 9થી 12માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હતી. કોઇ શિક્ષક નિવૃત્ત થતા, કોઇની બદલી થતા કે કોઇનું અવસાન થતા શિક્ષકોની ઘટ ઉભી થઇ હતી જેની સિધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર થતી હતી.

ત્યારે આ ઘટ પૂરી કરવા પ્રવાસી શિક્ષકોની મંજૂરી માટે 31 ડિસેમ્બરે કેશોદ, વિસાવદર અને જૂનાગઢમાં પ્રવાસી શિક્ષકો માટે કેમ્પ કરાયો હતો. ત્યારે આ કેમ્પમાં જિલ્લાની 103 માધ્યમિક શાળામાં 147 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 89 મળી કુલ 236 પ્રવાસી શિક્ષકોની પણ મંજૂરી આપી છે. આમ, શિક્ષણનું કાર્ય સુચારૂં રીતે થઇ શકે તે માટે જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં આ કામગીરી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...