તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:જૂનાગઢમાં માટલાના વેચાણમાં 75 % નો ઘટાડો

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માટીકામ સાથે જોડાયેલા લોકોની સ્થિતિ દયનીય બની
 • દિવસે વેચાતા 40 માટલાની સંખ્યા હાલ 10 એ પહોંચી

દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવતા માટીકામ સાથે જોડાયેલા લોકો ની રોજગારી બંધ થઈ જવા પામી હતી. હાલ લોક ડાઉનમાં શરતી છૂટછાટ આપવામાં આવતા માટલાનું વેચાણ ધીમી ગતિએ શરૂ થયું છે. 

90 હજારના માટલાનો સ્ટોક ધૂળ ખાય છે
શહેર માં માટલાનું વેચાણ કરનાર 20 થી વધુ ધંધાર્થી ની રોજગારી છીનવાઈ ગઈ છે. લોક ડાઉન માં શરતી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે માટલાનું વેચાણ ફરી શરૂ થયું છે. સામાન્ય દિવસોમાં 40 થી વધુ માટલાનું વેચાણ થતું હતું. હાલ લોક ડાઉન માં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે માત્ર 5થી 10 માટલા વેચાય રહ્યા છે. જેથી માટલાના વેચાણમાં 75%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉનાળો નજીક આવતા ધંધાર્થીઓ દ્વારા અમદાવાદ, વડોદરા સહિત અન્ય જિલ્લામાંથી માટલાની ખરીદી કરવામાં આવતી હોય છે. હાલ ધંધાર્થીઓ પાસે 90 હજારના માટલા નો સ્ટોક ખરીદ કરવામાં આવ્યો છે જે હાલ તો ધૂળ ખાય રહ્યો છે. લોક ડાઉન વધુ લંબાવવામાં આવશે તો માટલા ના સ્ટોક માં નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે. 

આકરા તાપથી માટલામાં થશે નુકસાન
90 હજારથી વધુ માટલાની ખરીદી કરી છે. હાલ તો લોક ડાઉનમાં શરતી છૂટછાટ મળી હોવાથી માટલાનું વેચાણ શરૂ થયું છે પરંતુ વેચાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતાં 75% માટલાનું વેચાણ ઘટયું છે. આકરા તાપમાં માટલામાં તિરાડ પાડવાનું શરુ થશે ને ચોમાસુ નજીક હોવાથી નુકસાની થવાની પૂરી સંભાવના છે. - અનીશભાઈ, ધંધાર્થી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો