મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:જૂનાગઢ જિલ્લાના 5 વિધાનસભા મતક્ષેત્રોના 7402 નવા મતદારો ઉમેરાયા

જુનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 33,095 મતદારોના ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાશે-કલેકટર

કલેક્ટર રચિત રાજે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરીની સમીક્ષા કરી હતી. મતદાર નોંધણી અધિકારી, ચૂંટણી અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સાથે કલેકટર રચિત રાજે બેઠક યોજી જુદા-જુદા માપદંડોના આધારે ઇલેક્શન સંબંધી કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સાથે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

મતદાર યાદીમાં નામ ઉમેરવા અને મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરાયા
જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નામ ઉમેરવા માટે 10,024 ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે 33,095 ચૂંટણી કાર્ડમાં નામ, સરનામું વગેરે સુધારવા માટે 7859 અને મતદાર યાદીમાંથી નામ કમી કરવા અંગેની 3137 અરજીઓ નિયત નમૂનામાં આવી હતી. કલેકટરે તમામ આંકડાઓનું વિશ્લેષણ કરવાની સાથે જરૂરી નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત નવા મતદારોની નોંધણીના 7599ના લક્ષ્યાંક સામે (18 થી 19 વર્ષ) 7402 જેટલા નવા અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા . ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત થાય તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી સંબંધી મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી
આ બેઠકમાં મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓ EVM, VVPETની દુરસ્તી સહિત ચૂંટણી સંબંધી તમામ મુદ્દાઓની ઉંડાણપૂર્વક ચર્ચાના અંતે કલેક્ટર રચિત રાજે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારી ગલચર, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...