ગીરના જંગલમાં તાજેતરમાં જ પૂનમ વખતે થતું સિંહોનું અવલોકન પૂરું થયું. આ દરેક અવલોકન વખતે વસતી વધતી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જોકે 2015ની સિંહ વસતી ગણતરીમાં 511 સિંહ નોંધાયા હતા. ત્યારબાદ 2020માં વસતી ગણતરી નહોતી થઈ પણ પૂનમ અવલોકનના આધારે વનવિભાગે સિંહની વસતી વધીને 674 થયાનું જણાવ્યું હતું. આ રીતે તેમાં 29 ટકાનો વધારો નોંધાયો હતો.
જો સિંહના વસતી વધારાના આ દરને ધ્યાનમાં રાખીને 2 વર્ષમાં માત્ર 10 ટકા સિંહની વસતી વધી હોવાનું માની લઈએ તો 62 સિંહનો ઉમેરો થાય. એ જોતાં આ વખતે સિંહોની સંખ્યા 736 નોંધાઈ હોઈ શકે. આ અવલોકન વનવિભાગ માત્ર ખાતાકીય રીતે થતું હોવાથી કોઈ અધિકારી સત્તાવાર સમર્થન આપતા નથી. નિષ્ણાતોના મતે, હાલ અભયારણ્યમાં જેટલા સિંહ છે. એટલા જ રેવન્યૂ વિસ્તારમાં છે. બંનેમાં તેનું પ્રમાણ 50-50 ટકા ગણાય. જોકે, અમરેલી જિલ્લામાં સિંહ રેવન્યૂ વિસ્તારમાં વધુ છે.
હવે મોટા ગ્રૂપને પ્રોત્સાહન નથી અપાતું
ચારેક વર્ષ પહેલાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસને લીધે સંખ્યાબંધ સિંહના મોત થયા હતા. વનવિભાગ જ્યાં મારણ કર્યું હોય ત્યાં લોકોની પજવણી ન થાય એ માટે તેને જંગલમાં દોરી જતા. એ સ્થળોએ સિંહના મોટા ગ્રૂપ બની જતા, પરંતુ હવે વનવિભાગ બહુ મોટા ગ્રૂપને પ્રોત્સાહન નથી આપતું.
હોઠ, કાન, પૂંછડી કપાયા હોય એની નોંધ થાય છે
ગણતરી માટે ઉનાળો શ્રેષ્ઠ
સિંહ અથવા કોઈ પણ વન્ય પ્રાણીઓની ગણતરી માટે છેક અંગ્રેજોના સમયથી ઉનાળાની સીઝનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણકે, ઉનાળામાં વૃક્ષોના પાંદડા ખરી ગયા હોય છે અને નજર દૂર સુધી જોઈ શકે છે. - સુદેશ વાઘમારે, નિવૃત્ત ડીએફઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.