તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વધુ 1 ડિગ્રીના ઘટાડા સાથે 4 દિ' માં ઠંડીમાં 7.2 ડિગ્રીનો ઘટાડો, જૂનાગઢ શહેરમાં 13.9, ગિરનારમાં 8.9 ડિગ્રી ઠંડી

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ગરમ વસ્ત્રોનું વેંચાણ કરનારાએ ઉચાળા ભર્યા

જૂનાગઢ શહેરમાં વધુ 1 ડિગ્રીના ઘટાડા સાથે છેલ્લા 4 દિવસમાં ઠંડીમાં 7.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. દરમિયાન શિયાળાની ઋતુ પૂર્ણ થવામાં હોય તેમ ગરમ વસ્ત્રોનું વેંચાણ કરનારા ફેરીયાઓએ ઉચાળા ભરી લીધા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં 31 જાન્યુઆરીના રોજ 6.7 ડિગ્રી ઠંડી પડી હતી. જોકે, બાદમાં ફેબ્રુઆરી માસ બેસતાની સાથે જ ઠંડીમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રીથી વધીને 13.9 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં 7.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

દરમિયાન ઠંડી સતત ઘટી રહી હોય શહેરમાં શિયાળાની વિદાય ગણીને સક્કરબાગ સામે ગરમ વસ્ત્રોનું વેંચાણ કરતા ફેરીયાઓએ પણ ઉચાળા ભરી લીધા છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં 13.9 અને ગિરનાર પર 8.9 ડિગ્રી ઠંડી રહી હતી. શહેરમાં ગુરૂવારે લઘુત્તમ 13.9, મહત્તમ 29.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 85 ટકા અને બપોર બાદ 32 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 4.4 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો