12 સાયન્સનું પરિણામ:ગીર સોમનાથ જિલ્લાનું 70.49 ટકા પરિણામ, A ગ્રેડમાં માત્ર 1 જ વિદ્યાર્થી આવ્યો

ગીર સોમનાથ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 928 વિદ્યાર્થીઓ પાસ અને 397 નાપાસ થયા

રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે માર્ચ 2022માં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ધો.12 સાયન્સ પ્રવાહનું રાજયનું 72 % પરિણામ આવ્યુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાનું 70.49 % પરિણામ આવ્યુ છે. જિલ્લામાં કુલ 1325 વિદ્યાર્થીઓમાંથી 928 વિધાર્થીઓ પાસ અને 397 વિધાર્થીઓ નાપાસ થયા છે.

જૂનાગઢ જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 70.49 % જેટલું સારૂ પરિણામ આવ્યુ છે. માર્ચ માસમાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની 1325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે જાહેર થયેલ પરિણામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ ગતવર્ષે માસ પ્રમોશન અપાય બાદ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાનું સાયન્સ પ્રવાહનું પરિણામ ઘણુ સારૂ આવ્યુ છે. આજના પરિણામમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A-1 ગ્રેડમાં માત્ર 1 વિદ્યાર્થી આવેલ છે જ્યારે A-2 માં 25, B-1 માં 126, B-2 માં 177, C-1 માં 275, C-2 માં 270, D માં 60, નાપાસ કેટેગરીમાં 397 વિદ્યાર્થીઓ છે. જિલ્લાનું 70.49 % પરિણામ આવ્યુ છે.

જિલ્લામાં ધો.12 સાયન્સના ચાર કેન્દ્રો હતા. જેનું કેન્દ્ર વાઇઝ પરિણામ જોઈએ તો વેરાવળ કેન્દ્રમાં 237 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી 161 પાસ અને 80 નાપાસ થતા કેન્દ્રનું 67.93 % આવેલ છે. કોડીનાર કેન્દ્રમાં 541 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી 356 પાસ અને 185 નાપાસ થતા કેન્દ્રનું 65.80 % આવેલ છે. ઉના કેન્દ્રમાં 242 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી 144 પાસ અને 99 નાપાસ થતા કેન્દ્રનું 59.50 % આવેલ છે. ઘુસીયા કેન્દ્રમાં 421 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી 326 પાસ અને 96 નાપાસ થતા કેન્દ્રનું 77.43 % આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...