તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:દોલતપરામાં ગોડાઉનમાંથી 70 હજારની મગફળી ચોરાઇ, કુલ 1400 કિલો મગફળી ઉઠાવી જવાઇ

જૂનાગઢ5 દિવસ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના દોલતપરાના એક ગોડાઉનમાં ધોરાજીના વેપારીએ મગફળીની 40 ગુણ રાખી હતી. જે છેલ્લા 6 માસ કોઇ ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજીના અરવિંદભાઇ વલ્લભભાઇ સેંજલિયાએ જૂનાગઢના દોલતપરામાં આવેલી એક સીંગદાણાની ફેક્ટરીના ગોડાઉનમાં રૂ. 70,000 ની કિંમતની મગફળીની 40 ગુણી રાખી હતી.

એક ગુણીમાં 35 કિલો લેખે કુલ 1400 કિલો મગફળી રાખી હતી. પણ છ માસ દરમ્યાન કોઇ એ 40 ગુણી મગફળી ચોરી ગયું હતું. આ વાતની ખબર પડતાં તેમણે જૂનાગઢ એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જૂનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના નાના મોટા બનાવ બની રહ્યા છે. બીજી તરફ ચોરીના ભેદ પણ ઉકેલાય રહ્યા છે પરંતુ ચોરીના બનાવ અટકવાનું નામ લેતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો