• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 7000 Athletes From The Country Will Participate In 36 Different Events, Programs Will Be Held From November 12 To 16 To Create Awareness About The National Games.

36મી નેશનલ ગેમ્સ:દેશના 7000 રમતવીરો વિવિધ 36 સ્પર્ધાઓમાં ભાગ લેશે, નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ લાવવા 12 થી 16 નવેમ્બર સુધી કાર્યક્રમો યોજાશે

જુનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.૨૯થી તા.૧૨.૧૦.૨૨ દરમિયાન યોજાનારી નેશનલ ગેમ્સમાં દેશના ૭૦૦૦ રમતીવીરો ૩૬ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશેઃ આ સ્પર્ધા અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાં યોજાશે

ગુજરાત રાજયમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો તા.૧૨.૯.૨૨ થી તા.૧૬.૯.૨૨ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

રાજયના રમત, ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા celebrating unity through sports થીમ અન્વયે તા.૧૨.૯.૨૨ થી તા.૧૬.૯.૨૨ દરમિયાન આગામી તા.૨૯.૯.૨૨થી તા.૧૨.૧૦.૨૨ દરમિયાન યોજાનારા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અન્વયેના કાર્યક્રમો સમગ્ર રાજયમાં ઉજવાશે. જેથી ગુજરાતના શાળા, કેલેજો, યુનિવર્સિટીના વિધાર્થીઓ- યુવાનોમાં રમતગમતની પ્રવૃતિઓમાં જાગૃતિ કેળવાઇ અને તેઓની વિશાળ ભાગીદારી પણ બને.

આ નેશનલ ગેમ્સમાં ૩૬ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૭૦૦૦થી પણ વધુ રમતીવીરો ૩૬ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું હુન્ન્રર ઝળકાવશે. આ સ્પર્ધા ગુજરાતના ૬ શહેરો અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...