શુભેચ્છા:જૂનાગઢના 70 વકીલોને જજની પરીક્ષા માટે વિદાયમાન અપાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર રૂમમાં ડિસ્ટ્રીક્ટ જજ, વકીલોએ સાકર સાથે શુભેચ્છા આપી

જૂનાગઢના 70 વકીલો આગામી તા. 5 જુનના રોજ અમદાવાદ ખાતે લેવાનાર ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની પરીક્ષા આપવા જવાના હોઇ આજે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર રૂમ ખાતે તમામને વિદાય આપવામાં આવી હતી.

આ અંગેની વીગતો આપતાં જૂનાગઢ બાર એસો.ના પ્રમુખ જયદેવ જોષીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ બાર એસો.ના 70 વકીલો જજ બનવા માટેની પરીક્ષા આપવા અમદાવાદ જઇ રહ્યા છે. તેઓ માટે આજે બપોરે 2 વાગ્યે જૂનાગઢ કોર્ટના બાર રૂમ ખાતે શુભેચ્છાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ ચુડાવાલા, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ઝાલા દ્વારા પરીક્ષા કેવી રીતે આપવી તેનું માર્ગદર્શન અપાયું હતું. આ તકે વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ ઉમેદવારોને સાકર સાથે શુભેચ્છા પાઠવી હતી.

દરમ્યાન આ એડવોકેટો સીલેબસ મુજબ અભ્યાસ કરાવવા જૂનાગઢ બાર એસો દ્વારા 2 માસથી કાયદાના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન ઉપલબ્ધ કરાવાયું હતું. બાર એસો.ના સેક્રેટરી મનોજ દવે, ઉપપ્રમુખ બાબુભાઇ ઠેસીયા અને કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...