એજ્યુકેશન:મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની પરીક્ષામાં 70 % ઉમેદવાર ગેરહાજર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને સેકશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન

જૂનાગઢમાં યોજાયેલ મદદનીશ વનસંરક્ષક વર્ગ 2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. જોકે, બન્ને સેકશનમાં 70 ટકા ઉમેદવારોની ગેરહાજરી જોવા મળી હતી. આ અંગે મળતી વિગત જિલ્લા શિક્ષણ વિભાગના જલ્પાબેન કયાડાએ જણાવ્યું હતું કે, 30 ઓકટોબર- રવિવારના જૂનાગઢમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની પરીક્ષા યોજાઇ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત આ પરીક્ષા જૂનાગઢના 18 પરીક્ષા કેન્દ્રોના 187 બ્લોકમાં લેવાઇ હતી.

આ પરીક્ષામાં કુલ 4,483 ઉમેદવારો નોંધાયા હતા. જોકે, રવિવારે બે સેકશનમાં યોજાયેલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર ઉમેદવારોની સંખ્યા 70 ટકા જેટલી હતી. કુલ 4,483 ઉમેદવારોમાંથી સવારના 10થી 1માં લેવાયેલી પરીક્ષામાં 1,375 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 3,108 ગેરહાજર રહ્યા હતા. જ્યારે બપોરના સેકશનમાં 3થી સાંજના 6 સુધી યોજાયેલ પરીક્ષામાં 4,483 ઉમેદવારોમાંથી 1,348 હાજર રહ્યા હતા અને 3,135 ગેરહાજર રહ્યા હતા. આમ, બન્ને સેકશનમાં લેવાયેલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર ઉમેદવારોની ટકાવારી 70 ટકા કરતા વધુ હતી. જોકે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...