તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તાલાલાના હિરણવેલ ગામે ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો, મહિલા સહિત 7 લોકો ઝડપાયા

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1.65 લાખની રોકડ સહિત 13.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ગીર સોમનાથના તાલાલા તાલુકાના છેવાડે ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ હિરણવેલ ગીર ગામની સીમમાં આવેલ વૃંદાવન ફાર્મ હાઉસમાં બહારગામથી લોકો જુગાર રમવા આવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે તાલાલા પોલીસે ગત મોડી રાત્રે ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડી તીનપત્તિ નો જુગાર રમતા એક મહિલા સાથે સાત શખસોને રૂ.1.65 લાખની રોકડ અને બે કાર સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.

પોલીસે જુગારના દરોડા દરમ્યાન જુગાર રમતા પટેલ જયેશ ગોબર વઘાસીયા (ઉ.વ. 34) કાના વડલા- વિસાવદર, અતુલ રામજી સાંગાણી (ઉ.વ. 42), જોષીપરા-જુનાગઢ, ધર્મેશ પ્રાગજી પોચીયા (ઉં.વ.45) જોષીપરા- જુનાગઢ, રશ્મીન બાબુ કોરાટ (ઉ.વ. 40) ગીતાનગર-રાજકોટ, પંકજ ગીરધર રાણોલીયા (ઉ.વ.35) દાત્રાણા - મેંદરડા, ભનુ ગોગન પરમાર (ઉ.વ.43) ધંધુસર-વંથલી, જલ્પાબેન જીવા આસોદરીયા (ઉ.વ.32) જલારામ સોસાયટી-જુનાગઢને વૃંદાવન ફાર્મ હાઉસના પટાંગણમાંથી જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ દરોડામાં ઝડપાયેલ જુગારીયાઓ પાસેથી પોલીસે રૂ.1 લાખ 65 હજાર રોકડા તથા પાંચ મોબાઈલ કિ.રૂ.16 હજાર ઉપરાંત બે ફોર વ્હીલ કાર કી. રૂ.12 લાખ સહિત કુલ રૂ.13 લાખ 82 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથકમાં આવેલ ફાર્મ હાઉસોમાં અગાઉ પણ અનેકવાર વિદેશી દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી પકડાઈ છે. દરમ્યાન હાલ જન્માષ્ટમી પર્વે જુગાર રમવા બહારગામથી લોકો ગીર પંથકના ફાર્મ હોઉસોમાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ પંથકમાં શરૂ થઈ છે. જેને લઈ તાલાલા પોલીસ પણ સતર્ક બની વોચ ગોઠવી કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત જ છેલ્લા ત્રણેક દિવસમાં તાલાલાના પાંચ ગામોમાં જુગાર રમતો હોવાની મળેલ માહિતીના આધારે પોલીસે પાંચ દરોડા પાડી 35 થી વધુ જુગારીઓ ઝડપી પાડી કડક કાર્યવાહીનો પરચો બતાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...