તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદી પ્રસિદ્ધ:ગીર સોમનાથ જી.પ.ની 28 અને છ તા.પ.ની 128 બેઠકો પર 7 લાખ મતદારો નોંધાયા

વેરાવળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

ગીર સોમનાથની જિલ્લા પંચાયત તથા છ તાલુકા પંચાયત આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ત્‍યારે ગાંઘીનગર ચૂંટણી આયોગની સુચનાથી જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટેની તા.2-2-2021 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો અને છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 7 લાખથી વઘુ મતદારો મતાઘિકારનો ઉપયોગ કરી શકશે. આ ચૂંટણી માટે મતદારો પોતાના નામની ચકાસણી સંબંધિત ચૂંટણી અધિકારી, મામલતદાર તથા ગ્રામ પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કરી શકશે.

જિલ્લા તથા તાલુકા પંચાયત માટે જાહેર થયેલ આખરી મતદાર યાદી મુજબ વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠક અને તાલુકા પંચાયતની 22 બેઠક માટે 128 મતદાન મથકો પર 58,104 પુરૂષ તથા 55,626 સ્‍ત્રી મળી કુલ 1 લાખ 13 હજાર 730 મતદારો નોંધાયા છે. તાલાળા તાલુકામાં જી.પં.ની 3 બેઠક અને તા.પં.ની 18 બેઠક માટે 106 મતદાન મથકો પર 46,194 પુરૂષ તથા 42,703 સ્‍ત્રી ત્રીજી જાતિ 2 મળી કુલ 88,899 મતદારો નોંધાયા છે. સુત્રાપાડા તાલુકામાં જી.પં.ની 4 બેઠક અને તા.પં.ની 18 બેઠક માટે 106 મતદાન મથકો પર 48,103 પુરૂષ તથા 45,974 સ્‍ત્રી મળી કુલ 94,077 મતદારો નોંધાયા છે.

ઉના તાલુકામાં જી.પં.ની 7 બેઠક અને તા.પં.ની 26 બેઠક માટે 175 મતદાન મથકો પર 82,522 પુરૂષ અને 77,629 સ્‍ત્રી મળી કુલ 1 લાખ 60 હજાર 151 મતદારો નોંધાયા છે. કોડીનાર તાલુકામાં જી.પં.ની 5 બેઠક અને તા.પં.ની 24 બેઠકો માટે 173 મતદાન મથકો પર 71,882 પુરૂષ અને 68,384 સ્‍ત્રી મળી કુલ 1 લાખ 40 હજાર 266 મતદારો નોંધાયા છે. ગીરગઢડા તાલુકામાં જી.પં.ની 4 બેઠકો અને તા.પં.ની 20 બેઠકો માટે 128 મતદાન મથકો પર 53,710 પુરૂષ અને 49,293 સ્‍ત્રી ત્રીજી જાતિ 1 મળી કુલ 1 લાખ 03 હજાર 004 મતદારો નોંધાયા છે.

જિલ્લા પંચાયતની 28 અને તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 816 મતદાન મથકો પર કુલ 3 લાખ 60 હજાર 515 પુરૂષ તથા 3 લાખ 39 હજાર 609 સ્‍ત્રી અને ત્રીજી જાતિના 3 મળી કુલ 7 લાખથી વધુ મતદારો નોંધાયા હોવાનું જિલ્લા ચૂંટણી શાખાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો