મહેનતનું પરિણામ:ગીર સોમનાથ જિલ્લાનું ધોરણ 10નું 68.11 % ટકા પરીણામ, 160 વિધાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

ગીર સોમનાથ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 15 હજાર 829માંથી 10 હજાર 721 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા
  • જિલ્લામાં સૌથી વધુ આકોલવાડી કેન્દ્રનું 88.89% ટકા પરિણામ સૌથી ઓછું દેલવાડા કેન્દ્રનું 22.16% ટકા પરીણામ નોંધાયું
  • ​​​​​​​જિલ્લામાં 13 શાળાઓનું 100 ટકા અને 4 શાળાઓનું શુન્ય (0) ટકા પરીણામ આવ્યુ

આજે જાહેર થયેલું ધો.10નું સમગ્ર રાજ્યનું 65.18 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાનું 68.11 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15,740 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 160 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 1087 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ સમગ્ર જિલ્લામાં 15,829 માંથી 10,721 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં સૌથી વધુ આંકોલવાડી કેન્દ્રનું 88.89 ટકા અને સૌથી ઓછું દેલવાડા કેન્દ્રનું 22.16 ટકા પરીણામ આવ્યુ છે.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.10ના પરીણામમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવુ છે. જોકે, સમગ્ર રાજ્યનું પરીણામ 65.18 ટકા જેવું આવ્યુ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું 68.11 ટકા આવેલ પરીણામની વાત કરીએ તો આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લામાં 15,829માંથી 10,721 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં 160 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 1,087 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B-1, 2846 વિદ્યાર્થીઓએ B-2, 3008 વિદ્યાર્થીઓએ C-1, 1431 વિદ્યાર્થીઓએ C-2, 80 વિદ્યાર્થીઓએ D અને 5019 વિદ્યાર્થીઓએ E-1 & 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

જિલ્લામાં સૌથી વધુ આંકોલવાડી કેન્દ્રનું 88.89 ટકા અને સૌથી ઓછું દેલવાડા કેન્દ્રનું 22મ16 ટકા પરીણામ આવ્યું છે. જ્યારે બાકીના કેન્દ્રોની વાત કરીએ તો વેરાવળનું 60.46 ટકા, ઉનાનું 56.40 ટકા, કોડીનારનું 80.47 ટકા, તાલાલા 81.97 ટકા, દિવ 54.16 ટકા, સુત્રાપાડાનું 68.08 ટકા, ડોળાસા 72.45 ટકા, પ્રભાસપાટણ 45.33 ટકા, સીમાર (કીડીવાવ) 75.64 ટકા, ખંઢેરી 86.38 ટકા, સુપાસી 84.40 ટકા, ડારી 86.78 ટકાઝ તડ 46.39 ટકા, ગોરખમઢી 76.57 ટકા, ગીરગઢડા 55.74 ટકા, આજોઠા 87.05 ટકા, વેળવા 71.09 ટકા, ગોહીલની ખાણ 76.30 ટકા, ભાચા 55.22 ટકા, સવની 79.71 ટકા, સિંધાજ 84.14 ટકા, ઘાટવડ 52.01 ટકા, આલીદર 77.68 ટકા, સીમાર (ઉના) 34.59 ટકા, ગુંદરણ 70.25 ટકા પરીણામ આવ્યુ છે.

આજે જાહેર થયેલા પરીણામમાં જિલ્લામાં 13 શાળાઓનું 100 ટકા પરીણામ આવ્યુ છે. જ્યારે 4 શાળાઓનું પરીણામ શુન્ય(0) આવેલ છે. જિલ્લામાં 30 ટકાથી ઓછું પરીણામ 13 શાળાઓનું આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે ગત સને.2020 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું પરીણામ 54 ટકા જેવું આવેલ જેની સામે આ વર્ષે 2022 માં 14 ટકા જેટલું વધીને 68 ટકા જેવું આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...