તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીનો સૌપ્રથમ ઓનલાઇન સોળમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 6 ફેબ્રુઆરી 2021ના સવારે 11 વાગ્યે ઓનલાઇન (વર્ચ્યુઅલ) યોજાનાર પદવીદાન સમારોહનું અધ્યક્ષસ્થાન રાજ્યના રાજ્યપાલ અને કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત સંભાળશે. આ તકે અતિથીવિશેષ પદે કૃષિમંત્રી આર. સી. ફળદુ સંભાળશે.
જયારે સમારંભમાં મુંબઇના યુપીએલના ચિફ મેનેજીંગ ડાઇરેકટર રજનીકાંત શ્રોફ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, સ્નાતક અને અનુસ્નાતક મળી 660 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે. આ તકે ઉચ્ચ ગુણાંક મેળવનાર 69 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 2 કેશ પ્રાઇઝ તેમજ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, કુલસચિવ ડો. પી. એમ. ચૌહાણના માર્ગદર્શનમાં યુનિ.ના અધિકારીઓ, પ્રાધ્યાપકો અને વડાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.