કેસર કેરીની આવકમાં ઘટાડો:2021માં 6.51 લાખ, 2022માં 1.07 લાખ બોક્ષ આવ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાએ આંબાનો મોટા પાયે સોથ વાળ્યો છે
  • હજુ 1 મહિનો બાકી પરંતુ 2 લાખ બોક્ષ આવકની સંભાવના

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. 2021માં કેસર કેરીના 6.47 લાખ બોક્ષની આવક થઇ હતી જે 2022માં 1.07 લાખ બોક્ષ થઇ છે. હજુ 1 મહિનો સિઝન બાકી છે પરંતુ તેમાં વધુમાં વધુ 2,00,000 બોક્ષની આવકનો અંદાજ છે. આમ, કેસર કેરીની આવક ઘટી રહી છે.

આ અંગે યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ એપ્રિલમાં 22,578 અને 18 મે સુધીમાં 84,823 મળી કુલ કેસર કેરીના 10 કિલોના 1,07,401 બોક્ષની આવક થઇ છે. જ્યારે 2021માં કુલ 6,47,786 બોક્ષની આવક થઇ હતી. જોકે, હજુ 1 મહિનાની સિઝન બાકી છે પરંતુ આ વર્ષે આંબામાં બહુ કેરી દેખાતી ન હોય આવક ઓછી થઇ રહી છે. પરિણામે વધુમાં વધુ 2,00,000 બોક્ષની આવકનો અંદાજ જણાઇ રહ્યો છે. જ્યારે ભાવમાં પણ 2021માં 10 કિલો બોક્ષનો સરેરાશ ભાવ 570 જેવો હતો. જ્યારે ચાલુ વર્ષે સરેરાશ ભાવ 1,145 જેવો થયો છે.આમ, આવક ઘટી હોય ભાવમાં ઉછાળો આવ્યો છે. દરમિયાન યાર્ડમાં કેસર કેરીના વેપારીને કોઇ મુશ્કેલી ન પડે તે માટે યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

આવક 50 ટકા થઇ, ભાવ 200 ટકા થયો
હાલ કેરીની આવકમાં 50ટકાનો ઘટાડો થયો છે. સામે ભાવમાં 200 ટકા થયો છે. આમ, કેસર કેરીનો સ્વાદ માણવો ગરીબ, મધ્યમ વર્ગિય પરિવારોને વધુ મોંઘો પડશે.

કેસર કેરીની આવક, ભાવનો અંદાજ
વર્ષ 2018 : આવક 6,47,786 બોક્ષ: સરેરાશ ભાવ 10 કિલો બોક્ષનો 500 રૂપિયા. વર્ષ 2019 : આવક 5,43,509 બોક્ષ: સરેરાશ ભાવ 673 રૂપિયા. વર્ષ 2020 : આવક 5,14,142 બોક્ષ : સરેરાશ ભાવ 680 રૂપિયા. વર્ષ 2021 : આવક 6,51,051 બોક્ષ : સરેરાશ ભાવ 570 રૂપિયા. વર્ષ 2022 : 18 એપ્રિલ સુધીમાં આવક 1,07,401 બોક્ષ : સરેરાશ ભાવ 1,145 રૂપિયા.

અન્ય સમાચારો પણ છે...