તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની ઝંખના:18 વર્ષથી જમીનનો હક્ક પાછો મેળવવા સરકારી કચેરીએ ધક્કાથી કંટાળી સુત્રાપાડાના 65 વર્ષના વૃદ્ધ ખેડૂત સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યાં

ગીરસોમનાથ2 મહિનો પહેલા
સુત્રાપાડાના વાવડી ગામના અરસીભાઈ રામે 65 વર્ષની ઉંમરે ન્યાય માટે સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર યાત્રાએ નીકળ્યાં. - Divya Bhaskar
સુત્રાપાડાના વાવડી ગામના અરસીભાઈ રામે 65 વર્ષની ઉંમરે ન્યાય માટે સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર યાત્રાએ નીકળ્યાં.
  • પ્રથમ ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી પરંતુ ન્યાય ન મળતા હવે છેક દિલ્હી સુધીની યાત્રાનો પ્રારંભ કર્યો

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા છે. પોતાના હક્કની જમીન મેળવવા તેઓ દિલ્હી સુધી સાઈકલ પર જશે અને દિલ્હીમાં વડાપ્રધાનને મળી રજુઆત કરશે.

અરસીભાઈએ સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુંકાવી પોતાની ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો
અરસીભાઈએ સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુંકાવી પોતાની ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો

સુત્રાપાડાના વાવડી ગામેથી સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુંકાવી યાત્રાનો પ્રારંભ કર્યો
અરસીભાઈ અગાઉ ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરી અને મુખ્યમંત્રીને પોતાની જમીન અંગે રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી જમીનમાં માથાભારે શખ્સોએ કૌભાંડ કરી જમીન પડાવી લેવામાં આવી છે. આ બાબતે તેમના પ્રશ્નોના નિરાકરણ ન આવતા 24 નવેમ્બરના રોજ તેઓ સુત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી બપોરના સમયે સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા હતા. પોતાના ગામથી સોમનાથ દાદા સમક્ષ શિશ ઝુકાવી ત્યાંથી ભાલકા કૃષ્ણ ભગવાનના દર્શન કરીને 1400 કિલોમીટર સાઇકલ ચલાવી અને દિલ્હી સુધી વડાપ્રધાનને રજૂઆત કરવા નીકળ્યાં છે.

પોતાની જમીન પાછી મેળવવા અરસીભાઈ 18 વર્ષથી લડત આપી રહ્યા છે
પોતાની જમીન પાછી મેળવવા અરસીભાઈ 18 વર્ષથી લડત આપી રહ્યા છે

18 વર્ષથી મામલતદાર, કલેક્ટર સહિત ગાંધીનગર સુધી વારંવાર રજુઆતો કરી ચૂક્યોઃ ખેડૂત
આ અંગે અરસીભાઈએ જણાવ્યું હતું કે, મેં 2002થી મારી માગણીની લડત આપી રહ્યો છું. મારી જમીનમાં કૌભાંડ રચી પડાવી લેવામાં આવી છે. 18 વર્ષથી મામલતદાર, કલેક્ટર સહિત ગાંધીનગર સુધી વારંવાર રજુઆતો કરી ચૂક્યો છું. પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારબાદ થોડા સમય પહેલા સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરી હતી. ત્યારે મુખ્યમંત્રી તરફથી આશ્વાસન મળ્યું પણ હજુ સુધી મારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. આથી 24 નવેમ્બરના રોજ મારી ખેતીની જમીનના પ્રશ્નોના નિરાકરણ બાબતે વડાપ્રધાનને દિલ્હી ખાતે સાઈકલ યાત્રા દ્વારા રજૂઆત કરવા નીકળ્યો છું.

(જયેશ ગોંધિયા, ઉના)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser