જૂનાગઢમાં રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીની પ્રાથમિક કસોટી યોજાઇ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આ પરીક્ષામાં 65 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પણ 34 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી.
ગુજરાત વહિવટી સેવા મુલ્કી વર્ગ 1 અને ગુજરાત નગરપાલિકા અધિકારી વર્ગ-2ની પરીક્ષા જૂનાગઢના 34 બિલ્ડીંગોમાં યોજાઇ હતી. આ પરીક્ષામાં કુલ 8,996 ઉમેદવારો નોંધાયા હતા. દરમિયાન સવારના સેશનમાં 10થી 1ના પેપરમાં 8,996માંથી 3,219 ઉમેદવારો જ હાજર રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં 35.78 ટકા હાજરી જોવા મળી હતી. જ્યારે બપોરના 3 થી 6ના સેશનમાં કુલ 3,158 ઉમેદવારો હાજર રહ્યા હતા જેની ટકાવારી 34.68 ટકા હતી. દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઇ છે.
બીજું પેપર કરન્ટ બેઇઝ પેપર હતું
પ્રથમ પેપર સેકન્ડ પેપર કરતા વધારે ઇઝી હતું. સેકન્ડ પેપર કરન્ટ બેઇઝ પર હતું. જોકે, વધારે મુશ્કેલી વાળું જણાયું ન હતું. - આશા ભોગેસરા.
પ્રથમ પેપર ઇઝી હતું
લાસ્ટ પેપર કરતા ઇઝી હતું. જે પ્રમાણે તૈયારી કરી હતી તે મુજબનું પેપર હતું. પ્રિલીમનરી ઇઝી હોય હવે મેન્સની તૈયારી સારી રીતે કરી શકાશે. - વિપુલ સીંગરખીયા.
મોટાભાગના પ્રશ્નો સિલેબસના
જીપીએસસી ક્લાસ વન અને ટુની પરીક્ષા હતી. ગણિતના પ્રશ્નો પણ ઇઝી હતા. મોટાભાગના પ્રશ્નો સિલેબસમાંથી પૂછાયા હતા. પરિણામે વધારે મુશ્કેલી પડી ન હતી.- ચિરાગ અગ્રાવત.
3 કલાકનું પેપર અઢી કલાકમાં પુરૂં
જીપીએસસી ક્લાસ વન અને ટુની પરીક્ષામાં પ્રથમ પેપર ઇઝી હતું. મેથ્સનો પોર્શન થોડો મિડીયમ હતો. હિસ્ટ્રીનું પેપર પણ સારૂ઼ં રહ્યું હતું. 3 કલાકનું પેપર અઢી કલાકમાં ભરાઇ ગયું હતું. - ભાર્ગવ મેઘનાથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.