તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જૂનાગઢ જિલ્લામાં એક જ દિમાં 6,361ને વેક્સિન

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોરઠમાં 119 કોરોના પોઝિટીવ સામે 257 ડિસ્ચાર્જ

સોરઠમાં કોરોનાની સ્પિડને હવે જાણે બ્રેક લાગી હોય તેમ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સોરઠમાં કુલ 119 કેસ સામે 257 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં 6,361 લોકોને કોરોના રસીકરણ કરાયું છે. શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં 68ને કોરોના પોઝિટીવ આવ્યો હતો જ્યારે 138 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાહતના સમાચાર એ છે કે, એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. જ્યારે જૂનાગઢ સિટીમાં 2,359 અને ગ્રામ્યમાં 4,002 મળી એક જ દિવસમાં કુલ 6,361 લોકોને કોરોના રસીકરણ કરાયું છે.

જિલ્લામાં 27 રથ ફરી રહ્યા છે જેમાં 27 મેડીકલ મોબાઇલ ટીમો દ્વારા 1,353 લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. હજુુ 112 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 135 ઘરના 1,119 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 51 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે સામે 119 દર્દીઓ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. હજુ 132 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 88 ઘરના 469 લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...