તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:એમએસડબલ્યુ સેમેસ્ટર 2 નું 62.31 ટકા, સેમે. 4 નું 73.64 ટકા

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષાનું પરિણામ
  • પરીક્ષાના ત્રીજા દિવસે જ પરિણામનો 10 મો દિવસ

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, માસ્ટર ઓફ સોશ્યલ વર્ક(એમએસડબલ્યુ) સેમેસ્ટર 2 અને 4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સેમેસ્ટર 2 નું પરિણામ 62.31 ટકા અને સેમેસ્ટર 4 નું પરિણામ 73.64 ટકા જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન જે છાત્રને પુન: મુલ્યાંકન કરવાનું હોય તેમણે દિવસ 10માં અરજી કરવાની રહેશે. વધુમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયાના ત્રીજા જ દિવસે પરિણામ આપી દેવાનો ક્રમ સતત દસમાં દિવસે પણ જળવાઇ રહ્યો છે. વ્હેલા પરિણામ જાહેર કરી દેવામાં આવતા છાત્રોને આગળના અભ્યાસમાં એડમિશન મેળવામાં વધુ સરળતા રહેશે. દરમિયાન સમયસર પરિણામ જાહેર કરવાથી વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...