તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ શરૂ:1010 શાળાના 60,325 છાત્રો 18 ફેબ્રુઆરી થી સ્કૂલે

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોનાની રફતાર ધીમી પડતા શિક્ષણ કાર્ય ફરી ધમધમતું કરાયું
 • હવે ધોરણ 6 થી 8ની સ્કૂલો પણ શરૂ કરવા તૈયારી શરૂ
 • ભવિષ્યમાં ધો.1 થી 5 ની શાળાઓ પણ શરૂ કરવાની નોબત આવે તો તેને પણ ધ્યાને લઇ અગાઉથી તૈયારી શરૂ

કોરોના મહામારીની રફતાર ધીમી પડતા હવે શૈક્ષણિક કાર્ય ફરીથી ધમધમતું કરાઇ રહ્યું છે. જોકે,અભ્યાસની શરૂઆત તબક્કાવાર કરાઇ રહી છે. અગાઉ ધોરણ 10 અને 12, બાદમાં ધોરણ 9 અને 11, બાદમાં કોલેજના પ્રથમ વર્ગનું શિક્ષણ શરૂ કરાયું છે. ત્યારે હવે ધોરણ 6 થી 8નું શિક્ષણ કાર્ય શરૂ કરવાની તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી ગુરૂવાર 18 ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નું શિક્ષણ પુન: શરૂ કરવામાં આવનાર છે. ત્યારે તે સંબંધી તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

ખાસ કરીને સરકારની કોરોનાની ગાઇડ લાઇનના ચુસ્તપણે પાલન સાથે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીના પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાને લઇ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડો પુન: શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ તે મુજબ તમામ તૈયારીઓ શરૂ કરવા ઉપરાંત નજીકના ભવિષ્યમાં ધોરણ 1 થી 5નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની નોબત આવે તો તેને પણ ધ્યાને રાખી તૈયારી કરાઇ રહી છે. હવે 18 ફેબ્રુઆરી ગુરૂવારથી ધોરણ 6 થી 8નો અભ્યાસ શરૂ થવાનો છે ત્યારે તેમાં 1010 શાળાના 60,325 છાત્રોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો