પોલીસનો દરોડો:જૂનાગઢના બંધ મકાનમાંથી 2.92 લાખની કિંમતનો 60 પેટી દારૂ ઝડપાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બાતમીના આધારે રેડ કરવા પહોંચતા બુટલેગરો નાસી ગયા

જૂનાગઢ મહાનગરના લીરબાઇપરા વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી એક બંધ મકાનમાંથી રૂ.2.92 લાખની કિંમતનો 60 દારૂની પેટીનો જથ્થો પકડી પાડયો છે. બાતમી વાળા મકાને પોલીસ પહોંચે તે પૂર્વે જ બુટલેગરો દારૂનો જથ્થો મુકી નાસી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી નાસી ગયેલ બુટલેગર સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના લિરબાઈપરા વિસ્તારમાં રહેતા નિલેશ ઉર્ફે ભદા મહેશ કટારાએ આલા નાથા કોડીયાતરના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું કટીંગ કરતો હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના સ્ટાફએ બાતમીવાળા સ્થળએ દરોડો પાડતા આ બંધ મકાનના દરવાજોની અંદર ફળીયામાં દારૂની પેટીઓ અને છુટી બોટલ પડી હતી. જે તમામ જથ્થો જપ્ત કરી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

બાદમાં સ્થળ પરથી પોલીસએ 60 પેટીથી વધુ 730 બોટલ દારૂ કિ.રૂ. 2.92 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે, પોલીસ સ્ટાફ દરોડો પાડવા આવી રહેલ હોવાની જાણ બુટલેગરોને થઈ જતા દારૂનો જથ્થો રેઢો મૂકી નાસી ગયાની સ્થળ પર ચર્ચા થઈ રહી હતી. આ દરોડા અંગે એલસીબી પીએસઆઇ એ.ડી. વાળાએ હાજર ન મળી આવેલા બુટલેગર નિલેશ ઉર્ફે ભદો મહેશ કટારા અને દારૂનો જથ્થો મોકલનાર સામે ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...