તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુવાનની હત્યામાં ઝડપાયેલા 6 શખ્સો 3 દિના રિમાન્ડ પર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના પીંજારા ફળિયામાં યુવાનની થયેલી હત્યામાં ઝડપાયેલા 6 શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના પીંજારા ફળિયાના નાકે અરબાજ ગડર નામના 22 વર્ષિય યુવાનની લોખંડના પાઇપ મારી હત્યા કરાઇ હતી.

આ અંગે મૃતક યુવાનના પિતા આરીફભાઇ સુલેમાનભાઇ ગડરે એ ડિવીઝનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, નુરમહમ્મદ ઉર્ફે ટિનુ કાલીયો, અસ્પાકશા ઇસ્માલશા રફાઇ તેમજ અન્ય 3 શખ્સો સાથે અરબાઝને અગાઉ ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી હત્યા કરાઇ છે. દરમિયાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે 6 શખ્સોને ઝડપી લીધા હતા.

દરમિયાન આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા. જેમાં આરોપી તરફેના વકિલ જયદેવભાઇ જોષીની દલીલો માન્ય રાખી જેએમએફસી કોર્ટના જજ ડી.પી. પુંજાણીએ તમામ આરોપીના 3-3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...